તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
પોરબંદર સાંદીપનિના શ્રી હરિ મંદિરમાં પૂ.રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી તુલસી વિવાહ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ :.. પોરબંદરના શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી આગામી ૦૨ નવેમ્બર ૨૦૨૫ રવિવારના તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમનું આયોજિત કરાયો છે.
સાંજે ૬-૩૦ વાગ્યે પોરબંદર શહેરથી જાન પ્રસ્થાન થશે જે સાંજે ૦૭-૩૦ વાગ્યે સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં વાજતે ગાજતે જાન આગમન થશે. જેમાં પોરબંદર શહેરના નાગરિકો ભગવાન શાલિગ્રામની જાન લઈને શ્રીહરિ મંદિરમાં આવશે. શાલિગ્રામ ભગવાનની જાનનું મંદિરના પ્રાંગણમાં ભવ્ય સ્વાગત થશે એ સમયે આતશબાજી પણ કરવામાં આવશે.
ત્યારબાદ ૮-૩૦ વાગ્યે શ્રીહરિ મંદિરમાં ભગવાન શાલિગ્રામના તુલસીજી સાથે વિધિવિધાનથી વિવાહ ઉત્સવ સંપન્ન થશે.
ભગવાન શાલિગ્રામ સાથે લક્ષ્મીસ્વરુપ તુલસીજીના વિવાહના પાવન પ્રસંગના દર્શન અને સાક્ષી બનવા માટે સર્વે હરિ ભક્તોને હાર્દિક આમંત્રણ છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
