તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
રોગને ઠીક કરવાની ક્ષમતા શરીરમાં જ મોજુદ
યોગ પ્રાણ વિદ્યાના સ્થાપક રેડ્ડીજી રાજકોટમાં : ક્ષમા કરી દેવાથી ખૂબ ફાયદો થાયઃ‘ફૂલછાબ' દ્વારા સેમીનાર યોજાયો

યોગ પ્રાણ વિદ્યાના રેડ્ડીજી તથા ફૂલછાબના જવલંત તંત્રી છાયા અને નિતુ ઝીબા વગેરે નજરે પડે છે.
રાજકોટઃ શરીર પાસે પોતાને ઠીક કરવાની, પોતાની સારવાર કરવાની ક્ષમતા છે ક્ષમા કરવાથી ફાયદો વ્યક્તિને પોતાને થાય છે.
રાજકોટમાં ફૂલછાબ દૈનિક દ્વારા યોજાયેલા યોગ પ્રાણ વિદ્યાના સેમિનારમાં શ્રી એન. જે. રેડ્ડીએ જણાવ્યું હતું કે આ શારીરિક સમસ્યાના ઉકેલ તરફ લઈ જાય છે. ઊર્જા સંતુલિત હોય તો મન અને શરીર બંને સ્વસ્થ રહે છે. આ પદ્ધતિ પ્રાચીન યોગ આધારિત છે. જે એકત્વનું માધ્યમ છે.
આ થેરેપી ફક્ત શરીર માટે નહીં આમાં સાયકો થેરેપી પણ છે. ઊર્જા શરીર, ભાવનાત્મક શરીરનો આમાં ઉપચાર થાય છે.
શ્રી રેડ્ડીએ પોતાના અનુભવો કહ્યા હતાં. ઊર્જાથી થતા ફાયદા, ઊર્જાથી થતા માનવીય ઉત્થાન વિશે વાત કરી હતી. ઊર્જા શરીરના દૂરથી પણ ઉપચાર કરી શકાય છે.
એક વાત સૌથી અગત્યની છે. શરીર પાસે પોતાને ઠીક કરવાની, પોતાની સારવાર કરવાની ક્ષમતા છે જ પરંતુ ઊર્જાની અલગ ચેતના છે. ઊર્જા શરીરને ઠીક કરીને ભૌતિક શરીરને ઠીક કરી શકાય છે.
મહિલાઓને સ્તન કેન્સર થાય, ઓપરેશન કરે, કેમોથેરેપી કરે પણ બીજીવાર થાય ત્યારે એ વિચાર કરવાનો રહે કે એનું મૂળ ક્યાં છે.
બી પી, ડાયાબિટીસ જેવી બીમારી લાઈફ સ્ટાઇલ બીમારી છે. તે માત્ર દવાથી ઠીક ન થાય. ભાવનાઓ, વિચારો પર નિયંત્રણ હોવું જોઈએ.
સમસ્યાનું કારણ? અવાસ્તવિક ઈચ્છાઓ છે. જ્યારે આ ઈચ્છા , અપેક્ષા પૂર્ણ ન થાય ત્યારે દુઃખ સર્જાય છે. આપણે હસીએ, આનંદ કરીએ ત્યારે આપણા આત્માનો ઉદ્ધાર થતો રહે છે.
માનવશરીર પૃથ્વી પરની સૌથી અગત્યની બાબત છે જેનામાં પરમાત્મા વસે છે.
કર્મનો સિદ્ધાંત અગત્યનો છે
જો તમને કોઈ છેતરી રહ્યું છે તો માનો કે દોષ એનો નથી. ક્યારેક જાણતા, અજાણતા આપણે કોઈને છેતર્યા હશે. આપણે કોઈને દબાણમાં રાખ્યા હશે તો જ આપણને કોઈ દબાવતું હશે. વિચારને ઉર્જા અનુસરે છે.
આપણી સારી સ્થિતિ માટે અનેક લોકો જવાબદાર છે . જેમને કર્મનો સિદ્ધાંત ખબર છે તેઓ કોઈને છેતરશે નહી.
ઊર્જા શરીર વિષે તેમણે કહ્યું જે શ્વાસ જેમ ચાલશે તેમ જીવન ચાલશે. શ્વાસ અનિયમિત તો જીવન અનિયમિત. શ્વાસ શાંત તો જીવન શાંત. શ્વાસ પર નિયંત્રણ તો જીવન પર નિયંત્રણ.
કર્મમાં વિશ્વાસ રાખો. Ypv અગત્યનું માધ્યમ છે. ક્ષમા સાધના, લયબદ્ધ શ્વસન, પૃથ્વી ધ્યાન વગેરે ypv માં શીખવવામાં આવે છે. બાળકોને આ પ્રેક્ટિસ વધારે કરાવવી જોઈએ.
પ્રાણમય કોષને આપણે જાણીએ છીએ પણ માનતા નથી. કોઈ વ્યક્તિને જોઈને ખબર પડે છે કે બીમાર છે. માને જલ્દી ખબર પડે કે બાળક બીમાર છે કેમ કેસ્ત્રી વધારે સંવેદનશીલ છે. અલબત્ત અહીં મુદ્દો સંવેદનશીલતાનો છે. માતા સંવેદનશીલ હોય, પિતા પણ હોય જ.
કસરત, લય બદ્ધ શ્વસન, ધ્યાનથી આ શક્ય છે. આપણી ઉર્જા શુધ્ધ હશે તો આપણું વાતાવરણ શુદ્ધ થશે. આપણા સંપર્કમાં આવશે તેનો પણ ઉદ્ધાર થશે. આ સર્વાંગી, સર્વસમાવેશક પધ્ધતિ છે.
૧૧ ચક્ર વાળું આભા મંડળ છે. તેને સંતુલિત કરવાનું છે. આ આભા મંડળને જાણશે, પંચ પ્રાણને જાણે છે તે ઉદ્ધાર દ્વારા જીવન મુક્ત થઈ જશે.
ઈચ્છા પૂર્ણ થાય એટલે આનંદ મળે પણ એ ટકતો નથી. ક્ષમા અગત્યની છે. ક્ષમા સ્માર્ટ વસ્તુ છે. ક્ષમા કરવાથી ફાયદો વ્યક્તિને પોતાને થાય છે. કર્મના ચક્રને ક્ષમાથી કાપી શકાય.
ક્ષમા કરો, માંગો. પોતાને ક્ષમા કરો આગળ વધો. જેને જેને આપ ક્ષમા નથી કરતા તેમની તમે કઠપુતળી છો. બધી રીતે તમે એના બંધનમાં છો.
કાર્યક્રમમાં રમેશભાઈ ટીલાળા, માધવ દવે, મુકેશભાઈ દોશી, નિદત્તભાઈ બારોટ, ઉદ્યોગપતિ સુધીર દુબલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફૂલછાબના મેનેજર નરેન્દ્ર ઝિબા, તંત્રી જ્વલંત છાયા, Ypv ના ગુજરાતના પ્રમુખ ધવલ ધોળકિયાએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(3:14 PM IST)










