તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
અમરેલીના ખાંભા ગીર વિસ્તારના ગામડાઓમાં ભારે વરસાદથી હાલાકી : નદીઓ અને નાળાઓ બે કાંઠે
તાતણીયા, ઉમરીયા, લાસા, ધાવડીયા અને ગીદરડી ગામોમાં પાણી ભરાઈ ગયા: તાતણીયા ગામમાં મોડી રાત્રે વરસાદી પૂરના પાણી ઘૂસતા ગામના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા

અમરેલી જિલ્લાના ખાંભા ગીર વિસ્તારના ગામડાઓમાં ભારે વરસાદથી હાહાકાર મચી ગયો છે. ખાંભા તાલુકાના તાતણીયા, ઉમરીયા, લાસા, ધાવડીયા અને ગીદરડી ગામોમાં ભારે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તાતણીયા ગામમાં તો મોડી રાત્રે વરસાદી પૂરના પાણી ઘૂસતા ગામના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. આ દ્રશ્યોના વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ખાંભા ગીર વિસ્તારના ઉપરવાસના ગામડાઓમાં નદીઓ અને નાળાઓ બે કાંઠે વહેતા બન્યા છે. સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂત વર્ગ ચિંતિત બન્યો છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
