તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
રાજકોટ મધ્યસ્થ જેલમાં રન ફોર યુનિટી અને યોગ શિબીર યોજાયા
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમીતે જેલ અધિક્ષક વાગીશા જોષી દ્વારા આયોજન

રાજકોટઃ ગઇકાલે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમીતે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું. જેમાં જેલના બંદીવાનોએ ભાગ લીધો હતો. સાથે સાથે યોગ શિબીર પણ યોજાઇ હતી. અહિંસાથી એકતા એ ઝુંબેશ હેઠળ ઉજવણીના ભાગ રૂપે રન ફોર યુનિટીનું આયોજન જેલ અધિક્ષકશ્રી વાગીશા જોષી દ્વારા કરાયું હતું. ઇન્ચાર્જ નાયબ અધિક્ષક એમ. આર. ઝાલા, તમામ જેલર અને સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવાયો હતો. જેમાં યોગ શિક્ષકોને પ્રશંસાપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતાં. યોગ શિબીર થકી જેલના બંદીવાનો, અધિકારીઓ, કર્મચારીઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરીત થયા હતાં
(3:29 PM IST)










