તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
કમોસમી વરસાદથી સંભવિત રોગચાળો રોકવા સરકાર સજાગઃ પ્રફુલ પાનસેરિયા
આરોગ્ય મંત્રીની અકિલા સાથે વાતચીતઃ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં નિદાન-સારવાર માટે તંત્રને સૂચનાઃ સમયાંતરે

રાજકોટ તા.૧: રાજયમાં દિવાળી પછી વ્યાપક રીતે વરસેલ કમોસમી વરસાદ ના કારણે જનઆરોગ્યની સ્થિતિ પર અસર થવાની શકયતાના પગલે રાજય સરકાર સજાગ બની છે. સંભવિત પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે આરોગ્ય મંત્રીએ તંત્રને સૂચના આપી છે. વરસાદી પાણી અને પ્રતિકુળ વાતાવરણના કારણે મેલેરિયા જેવા રોગનો ઉપદ્રવ થવાની શકયતા રહેતી હોય છે તેની સામે સરકાર સાવચેત છે.
રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રફુલ પાનસેરિયાએ આજે ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે બદલાયેલા વાતાવરણમાં પાણીજન્ય રોગચાળો વધવાની સંભાવના ટાળવા સરકારે આવશ્યક સધન પગલા લેવા આરોગ્ય તંત્રને જણાવ્યું છે. સમયસર નિદાન અને અસરકારક સારવાર માટે સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં તબીબો, દવા પરીક્ષણના સાધનો વગેરેની પૂરતી વ્યવસ્થા છે. શરદી, ઉધરસ, તાવના કેરનું પ્રમાણ સામાન્ય છે. જનઆરોગ્યની દ્રષ્ટિએ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. જનઆરોગ્ય જાળવી રાખવા સમયાંતરે સમીક્ષા થતી રહેશે અને આવશ્યક તમામ પગલા લેવામાં આવશે. સમીક્ષા
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
