તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા કાલે સ્નેહમીલન, વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ, વાર્ષિકસભા

રાજકોટઃ શ્રી રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તા.૨ના રવિવારના રોજ સાંજે ૫ વાગ્યાથી સ્નેહમીલન, વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ તથા વાર્ષિક સાધારણ સભા યોજાએલ છે.
રૈયા રોડ ઉપર બ્રહ્મસમાજ ચોકમાં આવેલ રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી ખાતે આવતીકાલે આયોજીત ત્રિવિધ કાર્યક્રમોમાં જ્ઞાતિના ૮૦ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે. જ્યારે વાર્ષિકસભામાં વર્ષનો અહેવાલ રજૂ કરવામાં આવશે. જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે.
આયોજનમાં સતીષભાઈ વી.ગોહેલ, મહેશભાઈ જીવનભાઈ પરમાર, ચંદુભાઈ અમૃતલાલ પરમાર, સુભાષભાઈ ગોહેલ, વિષ્ણુભાઈ ખીમજીભાઈ ગોહેલ, નવીનભાઈ હીંગુ, મુકેશભાઈ આર. ગોહેલ જોડાયા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:24 PM IST)










