<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડવાની નથી,રાજ્યમાં ઈંધણની કોઈ અછત નથી: અફવાઓ પર ધ્યાન ન આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નાગરિકોને અપીલ : 'સુગમ ડિજિટલ ગુજરાત': લાઈનમાંથી ઓનલાઇન તરફ પ્રજાકીય સુખાકારીનું વધુ એક કદમ : વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત: ટેકનોલોજીના માધ્યમથી સુશાસનનો સંકલ્પ : આપણો મુખ્ય ઉદ્દેશ્ય એક જ હોવો જોઈએ કે પ્રજાજનોના કામ સરળ થાય,જેટલી સરળતાથી લોકોનું કામ થશે, એટલો જ તંત્ર અને સરકારને વધુ સંતોષ મળશે:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :;ડિજિટાઇઝેશન એ વર્તમાન ભારત, વર્તમાન ગુજરાત અને વર્તમાન નેતૃત્વની દેન છે: વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા2:03 PM IST

શિક્ષીકાને ઉમરમાં બાર વર્ષ નાના પુર્વ વિદ્યાર્થીએ મોહજાળમાં ફસાવી વારંવાર દૂષ્‍કર્મ આચર્યુઃ લાખોની રોકડ પણ પડાવી : જેની પાસે દસમા ધોરણમાં ભણ્‍યો તેનો બાર વર્ષ પછી ફેસબૂકથી સંપર્ક કરી ફોન નંબરની આપ-લે કરી વાતો કરી પછી સીધો ઘરે પહોંચી ગયો ને કહ્યું-હુ઼ પહેલેથી જ તમને લાઇક કરતો આવ્‍યો છું, તમને પ્રેમ કરુ છું, લગ્ન કરી વિદેશ સ્‍થાયી થઇશું : લગ્નની લાલચ આપી સતત શોષણ કર્યા બાદ છેલ્લે ધ્રુવલે બીજી યુવતિ સાથે સગાઇ કરી લીધીઃ દગાખોરી થયાનું જણાતાં શિક્ષીકાએ ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરતાં મવડી વિસ્‍તારના ધ્રુવલ દેસાઇ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો : છેલ્લે ધ્રુવલે ઘરે આવીને કહ્યું-હવે તું મને ભુલી જજે, ફોન મેસેજ કરતી નહિ, મારા લગ્ન થવાના છેઃ પછી ફોન મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું4:11 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST