તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
સીનીયર સીટીઝનના અવસાનના કેસમાં ગત ટર્મના કોર્પોરેટરોના મરણ પ્રમાણપત્ર ચાલશે
પૂર્વ કોર્પોરેટર નિલેશ જલુની રજુઆતનો પડઘોઃ આરોગ્ય અધિકારીનો પરિપત્ર નવા કોર્પોરેટરોની નિમણુક ન થાય ત્યાં ગત ટર્મના નગરસેવકોના મરણ અંગેના પ્રમાણપત્રો ફાયરસ્ટેશનમાં ચીઠ્ઠી સાથે જોડી શકાશે

રાજકોટ તા.૨૪: મનપામાં હવે શાસકોની બોડી નથી ત્યારે ૬૦ વર્ષ ઉપરના લોકોના મૃત્યુના કેસમાં આરોગ્ય કેન્દ્રમાંથી દાખલો આપવાની વ્યવસ્થા મનપા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટર નીલેશ જલુએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રૂબરૂ રજુઆત કરતા જણાવ્યુ હતું કે, આરોગ્ય કેન્દ્રો સાંજના ૬ વાગ્યે બંધ થઇ જતા હોય છે ત્યારે આ સાથે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરતા મ્યુનિ. કમિશનરે આરોગ્ય વિભાગને સુચના આપવામાં આવી છે. હવે નવા કોર્પોરેટરો ન ચૂંટાઇ ત્યાં સુધી ગત ટર્મના કોર્પોરેટરોના મરણ અંગેના પ્રમાણપત્રો ચાલશે તેવો પરિપત્ર જાહેર કર્યો છે. આમ પૂર્વ નગરસેવકની રજુઆતનો પડઘો પડયો છે.
આ અંગે આરોગ્ય અધિકારીએ પરીપત્રમાં જણાવ્યુ હતું કે, ગત ૧૧ માર્ચના રાજકોટ રાજકોટ મહાનગરપાલિકામાં શાશકોની મુદ્દત પુર્ણ થતા હાલ રાજકોટ શહેરમાં વહિવટદારશ્રીની નિમણુંક થયેલ છે. રાજકોટ શહેરમાં ૬૦ વર્ષથી ઉપરની વળધ્ધ વ્યક્તિના વળધ્ધાવસ્થા ના કારણે અવસાન થાય ત્યારે વિસ્તારના કોર્પોરેટરશ્રીના પ્રમાણપત્ર રજુ રાખી નજીકના ફાયરસ્ટેશનમાં મરણ અંગેની નોંધ કરાવવામાં આવે છે.
હાલ શહેરમાં કોર્પોરેટરશ્રીની મુદ્દત પુર્ણ થયેલ હોય નવા કોર્પોરેટરશ્રીઓની નિમણુંક ન થાય ત્યાં સુધી શહેરમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના વળધ્ધો ના અવસાન વળધ્ધા વસ્થાના કારણે થાય ત્યારે સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક દરમ્યાન નજીકના આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે જે મળતકના સગાને મળત્યુ અંગેનુ પ્રમાણપત્ર આપશે અને આ સમય સિવાય નજીકમાં મેડીકલ પ્રેકટીશ કરતા રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીશનર (રજીસ્ટર ડોક્ટરશ્રી) નો સંપર્ક કરી તેઓની પાસેથી મળત્યુ અંગેનુ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે તેમજ આકસ્મિક સંજોગો તેમજ મોડી રાત્રીના જે બનાવો બને છે તે માટે મરણના પ્રમાણપત્ર માટે ગત તારીખ ૧૧ના જે કોઇ કોપોરેટરશ્રીની મુદ્દત પુર્ણ થયેલ હોય તે પુર્વ કોર્પોરેટરશ્રીઓ ના મરણ અંગેના પ્રમાણપત્રો નજીકના ફાયરસ્ટેશનમાં જોડી અને અંતિમવિધી અંગે ની મંજુરી મેળવવાની રહેશે. તેમ મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું.
(3:02 PM IST)










