<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

જસાપર જગુડાધામ એજ મોગલધામમાં ૨૪ કલાકનો નવરંગો માંડવો

તા.૩૧ માર્ચથી તા.૧ એપ્રિલ સુધી આયોજનઃ ભાવિકો માટે ભોજન, મહાપ્રસાદની વ્‍યવસ્‍થાઃ પૂ.દાનેશ્વરી માતાજીના સાનિધ્‍યમાં આયોજન

શ્રી જગુડાધામ એજ મોગલધામ જસાપરના પૂ.દાનેશ્વરી માતાજી ‘‘અકિલા'' કાર્યાલયે પધાર્યા હતા. ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ તેઓનું સ્‍વાગત કર્યુ હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૪: જસાપરમાં આવેલા ભાવિકોના આસ્‍થાના પ્રતિક ‘શ્રી જગુડા ધામ એજ મોગલધામ'માં તા. ૩૧/૩/ર૬ ને મંગળવારથી તા. ૧/૪/ર૬ ને બુધવાર સુધી મંદિર અને ગૌશાળાના લાભાર્થે તેરસ મહોત્‍સવ અંતર્ગત ર૪ કલાકનો નવરંગો માંડવો યોજાશે. જેનું ‘અકિલા' કાર્યાલયે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને જસાપરના શ્રી જગુડાધામ એજ મોગલધામના પૂ. દાનેશ્વરી માતાજીએ આમંત્રણ પાઠવ્‍યું હતું.

શ્રી જગુડા ધામ એજ મોગલધામ જસાપર ખાતે તા. ૩૧/૩/ર૬ ને મંગળવારે સવારે ૮:૩૦ વાગ્‍યે થાંભલી રોપવાનુ મુહૂર્ત તથા તા. ૧/૪/ર૦ર૬ ને બુધવારે સવારે ૬:૩૦ વાગ્‍યે થાંભલી વધાવવાનું મુહૂર્ત છે.

ભોજન મહાપ્રસાદ સવારે ૧૦:૩૦ થી ૧ તથા સાંજે પઃ૩૦ થી ૭ સુધી રાખવામાં આવેલ છે.

આ તકે માતાજીના રાવળદેવ વિજયભાઇ રાવળદેવ શિવરાજપુરવાળા તેમજ જીવનભાઇ રાવળદેવ શિવરાજપુરવાળા ઉપસ્‍થિત રહેશે.

આ તકે પંચના ભુવાશ્રીઓ સવજીભાઇ કરીર (મચ્‍છો માં) - કાનપર, જીતુભાઇ સાકરીયા (વાસુકી દાદા) - મોટાદડવા, મેહુલભાઇ કરીર (મેલડીમાં) - કાનપર, દિનેશભાઇ કરીર (મચ્‍છો માં) - કાનપર, રાજાભાઇ કરીર (મેલડી માં)-કાનપર, છગનભાઇ મોહનભાઇ બુટાણી (ખોડિયાર માં) -દડવા, વિપુલભાઇ મનસુખભાઇ સોજીત્રા (ખોડિયાર માં)-દડવા, અરવિંદભાઇ પ્રાગજીભાઇ ધવા (ખોડિયાર માં)-દેતડીયા, કચરાભાઇ છગનભાઇ કડવાણી (મેલડીમાં)-કાનપર, સુરેશભાઇ શંભુભાઇ ઉંજીયા (ખોડિયાર માં)-કાનપર ઉપસ્‍થિત રહેશે.

આ ઉપરાંત અગ્નિવિર અખાડા ગુરૂશ્રી મુકતાનંદજી આશ્રમ- (સાપરડા) શિષ્‍યશ્રી સાધ્‍વાનંદજી - શિષ્‍યશ્રી દાનેશ્વરી માતાજી ઉપસ્‍થિત રહેશે.

મહેશનાથ બાપુ- બાબરા, રઘુબાપુ-મોઢુકા, હેમુબાપુ દલાપીર-લુણીધાર, મહંતબાપુ ખોડીયાર મંદિર-જીથરીયાધાર, મહંતબાપુ જરીયા મહાદેવ-કનેસરા, જીલુ ભગત ઠાકર દ્વારો- કંધેવાળીયા, ભોળાભગત -મોટા દડવા, મહંતશ્રી અભિનંદ બાપુ ગોંડલીયા સહિતના સંતોની પધરામણી થશે.

આ ઉપરાંત હાર્દિકભાઇ અકબરી  (બ્રહ્મણીમાં ના ભુવા)-રાજકોટ રામજીભાઇ વેકરીયા (ખોડીયારમાંના ભુવા)- રાજકોટ, મહેક (મેલડીમાના ભુવા)-રાજકોટ હરસુરભાઇ ભુવા-દેપલા, ગોવિંદભાઇ અરજણભાઇ ગમારા-ઇશ્વરીયા, વિકુભાઇ કાળાભાઇ ગમારા-ઇશ્વરીયા, વિકુભાઇ કાળાભાઇ ગમારા-ઇશ્વરીયા, મેઘાભાઇ રઘાભાઇ ગમારા-ઇશ્વરીયા,વિઠ્ઠલભાઇ દેવશીભાઇ બુકેલીયા-ઇશ્વરીયા, ધીરાભાઇ ડાંગર (ચામુંડા માંના ભુવા)- ઇશ્વરીયા, અશોકભાઇ (સતીઆઇના ભુવા)-નરદપુરા, જીતુભાઇ (મોમાઇ માંના ભુવા)- નદપુરા, મુકેશભાઇ (ખોડીયાર માંના ભુવા)-નદપુરા , મનસુખભાઇ (ખોડીયાર માંના ,ભુવા) - ફારદન, હિંમતભાઇ કાકડીયા (ખોડીયારમાંના ભુવા)- માધવીપુર, કેશુભાઇ કાકડીયા (ખોડીયાર માંના ભુવા)- માધવીપુર, કાળુભાઇ જોધાણી (મેલડી માંના ભુવા)- માધવીપુર, રમેશભાઇ કાકાડીયા (હિંગળાજ માંના ભુવા)- માધવીપુર, ઠાકરશીભાઇ પાનસુરીયા (ખોડીયારમાંના ભુવા)-જસાપર , શંભુદાદા ટાઢાણી (ખોડીયારમાંના ભુવા)-જસાપર, વિનુભાઇ ડામસીયા (વાંસગી દાદા)- જસાપર ભીખુદાદા ચોથાણી (ખોડીયાર માતાજી) - જસાપર, ખોડાભાઇ ડામસીયા (ખોડીયાર માતાજી)- જસાપર, રમેશભાઇ ચોથાણી (હિંગળાજ માતાજી)- જસાપર, વાલાભાઇ મુળુભાઇ બતાડા (મેલડી માતાજી)-દડવા, હિતેષભાઇ મેર (હિંગળાજ માં)- જસદણ ઉપસ્‍થિત રહેશે.

 હસુભાઈ જંગવડ - (ભાઈ-બેન ધામ) પ્રવિણભાઈ ડામસીયા (સુરાપુરા બાપા ) - જસાપર, સવજીભાઈ (ખોડિયાર માતાજી)- જસાપર, દિનેશભાઈ પરબતભાઈ ડામસીયા (ખોડિયાર માતાજી )- જસાપ, અમીતભાઈ શીંગાળા (ખોડિયાર માતાજી) - જસાપર, રાજુભાઈ કરીર (કાળકા માતાજી) - કાનપર, સવાભાઈ કરીર (મચ્‍છો માતાજી) - કાનપર, રઘુભાઈ કરીર (ચામુંડા માતાજી) - કાનપર, દિનેશભાઈ કરીર (મચ્‍છો માતાજી) -કાનપર, દર્શનપરી (ઝુડવાળી ખોડીયાર માતાજી) -કાનપર, પિન્‍ટુપરી (ઝુડવાળી ખોડીયાર માતાજી) - કાનપર, રઘુભાઈ સુસરા (સિકોતેર માતાજી ) - સાણથલી, પ્રદિપામાઈ સુસરા (મેલડી માતાજી ) - નવાગામ, કચાભાઈ મુંધવા (મેલડી માતાજી ) - નવાગામ, હિતેશભાઈ સુસરા (મચ્‍છો માતાજી)- નવાગામ, ચંભલભાઈ ચાવડા - દેતડીયા, ભિખાભાઈ ભરવાડ - દેતડીયા, ભટુભાઈ નથુભાઈ- દેતડીયા, કડવાભાઈ ગીગાભાઈ બતાડા- દડવા, નથુભાઈ હમીરભાઈ જાપડા- દડવા, ભવાનભાઈ રતનાભાઈ જાપડા - દડવા, મુનાભાઈ રઘુભાઈ (ખોડિયાર માતાજી ) - દડવા, પોપટભાઈ ભુટા (મેલડી માતાજી ) - દડવા, કાઠાવાળા મેલડી માતાજી ગળપ -જસદણ, અશોકભાઈ મિષાી (ખોડિયારમાં) - ઈશ્વરીયા, વિઠ્ઠલભાઈ બુધેલીયા (ચામુંડા માં - મેલડીમાં) ઉપસ્‍થિત રહેશે.

શ્રી જગુડાધામ એ જ મોગલધામ જસાપરમાં ધર્મોત્‍સવમાં ઉપસ્‍થિત રહેવા પૂ. માતાજી તથા શ્રી સર્ર્વો મોંગલ છોરૂ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

વધુ વિગત માટે (મો. ૯૯૦૯ર ૩૬૧૮૦), (મો. ૯પ૭૪૬ રરરર૦), (મો. ૬૩પ૩૮ ૧૭પપ૧) ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

‘અકિલા' કાર્યાલયે પૂ. માતાજી સાથે એલ્‍વીસભાઇ આસોદરીયા, સાગરભાઇ વાળા, પ્રભાબેન ઢોલરીયા ઉપસ્‍થિત રહ્યા હતાં

(10:38 AM IST)