તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: ઈઝરાયેલ પર ઈરાનનો અત્યાર સુધીનો સૌથી ભીષણ મિસાઈલ મારો, તેલ અવીવમાં તબાહીના દ્રશ્યો
વિશ્વની સર્વશ્રેષ્ઠ ગણાતી ઈઝરાયેલની 'આયર્ન ડોમ' ડિફેન્સ સિસ્ટમ પણ વામણી પુરવાર થઈ: સેંકડો બેલેસ્ટિક મિસાઈલો ત્રાટકતા આખું આકાશ લાલચોળ બની ગયું:ઈઝરાયેલના હાર્દ સમાન તેલ અવીવમાં મિસાઈલો પડતા ભારે નુકસાનના અહેવાલ: ઈરાનનો સીધો પડકાર - જો વળતો પ્રહાર થશે તો ઈઝરાયેલનું નામનિશાન મટાવી દઈશું

નવી દિલ્હી :પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ હવે અત્યંત વિકરાળ બની રહી છે. ઈરાને ગઈકાલે મોડી રાત્રે ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડીને આખા વિશ્વને ચોંકાવી દીધું છે. ખાસ કરીને ઈઝરાયેલના આર્થિક હબ ગણાતા તેલ અવીવ શહેરને નિશાન બનાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી અભેદ ગણાતી ઈઝરાયેલની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આ હુમલાને સંપૂર્ણપણે રોકવામાં નિષ્ફળ રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. તેલ અવીવમાં અનેક જગ્યાએ મિસાઈલો ત્રાટકતા આગ અને ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા અને લોકોએ આખી રાત બંકરોમાં વિતાવવી પડી હતી. ઈરાને આ હુમલાને પોતાના નેતાઓની હત્યાનો બદલો ગણાવ્યો છે અને ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ કે અમેરિકા વચ્ચે પડશે તો પરિણામો ભયાનક આવશે. આ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે આ ભીષણ હુમલાના જવાબમાં ઈઝરાયલની વાયુસેનાએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલા ગુપ્તચર મંત્રાલય અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના મુખ્ય કમાન્ડ સેન્ટરો સહિત 50થી વધુ સંવેદનશીલ સ્થળો પર ઈઝરાયલ દ્વારા ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે વધતાં જતાં આ હુમલાઓને કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે અને હજારો લોકોના જીવ જોખમમાં મૂકાયા છે.
બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેની વાતચીત ખૂબ જ સકારાત્મક રહી છે. આ વાટાઘાટોને ધ્યાનમાં રાખીને તેમણે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર થનારા સંભવિત હુમલાને પાંચ દિવસ માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે મહત્ત્વના મુદ્દાઓ પર સહમતિ સધાઈ રહી છે. ઈરાનનો ઇન્કાર: વાતચીતના સમાચારને ગણાવ્યા 'ફેક ન્યૂઝ'
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
