<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

મનપામાં ભાજપના ભ્રષ્‍ટાચાર મુદે કોંગ્રેસનો ઉગ્ર વિરોધઃ ભાજપ હાય-હાયના સુત્રોચ્‍ચાર અને રામધુન બોલાવી : જુઓ વિડિયો

ત્રિકોણબાગથી મનપા સુધી કોંગ્રેસે રેલી યોજીઃ પૂર્વ શાસકોના ગેરકાયદે બાંધકામ તોડવાની માંગઃ હલ્લાબોલની ચિમકીઃ મ્‍યુનિ.કમિશનરને રજુઆત

મ્‍યુનિ.કોર્પોરેશનમાં ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્‍ટાચાર મામલે આજે શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યો હતો. ત્રિકોણબાગથી મનપા કચેરી સુધી પગપાળા રેલી યોજી આગેવાનોએ મ્‍યુનિ. કમિશનરને પત્ર પાઠવી પગલા લેવા માંગ કરી હતી. ઉપરોકત તસ્‍વીરમાં શહેર કોંગ્રેસના કાર્યકરો ભાજપ હાય...હાય..., ભ્રષ્‍ટાચારી સામે પગલા લો તેવા પ્‍લેકાર્ડ સાથે વિરોધ કરતા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી, જસવંતસિંહ ભટ્ટી, પૂર્વ વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠિયા, પૂર્વ કોર્પોરેટર કોમલબેન ભારાઇ સહિતના આગેવાનો મ્‍યુનિ.કમિશનરને પત્ર પાઠવતા નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૨૪: શહેર કોંગ્રેસ દ્વારા આજે ભાજપનાં શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે અનોખો વિરોધ કરવામાં આવ્‍યો હતો. જેમાં મોટી સંખ્‍યામાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો ત્રિકોણબાગ ખાતે એકઠા થયા હતા. જ્‍યાં વિવિધ બેનર સાથે શ્નહાય રે ભાજપ હાય હાય સહિતનાં સૂત્રોચ્‍ચાર કરી વિરોધ નોંધાવ્‍યો હતો. બાદમાં પગપાળા જ રેલી યોજીને કોંગી આગેવાનો મનપા કચેરીએ શાસકોના ગેરકાયદે બાંધકામ સહિતના મુદ્દે મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરાને રજુઆત કરી યોગ્‍ય કરવા માંગ કરી હતી.

કાર્યકરોને અંદર જવા દેવામાં નહીં આવતા ભારે હોબાળો મચાવ્‍યો હતો. જેથી કમિશનરની ચેમ્‍બર બહાર રામધૂન બોલાવી હતી. જોકે બાદમાં મુખ્‍ય આગેવાનોની સાથે કમિશનરે મુલાકાત કરતા મામલો થાળે પડ્‍યો હતો. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ ઝાલાએ કમિશનરને પાઠવેલ પત્રમાં  જણાવ્‍યુ હતું કે, જો સાચા સિંઘમ હો તો પૂર્વ શાસકોના ગેરકાયદે બાંધકામને તોડી બતાવો.

શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ  જણાવ્‍યું હતું કે, હાલ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી જે શાસન ચાલી રહ્યું છે, ભ્રષ્ટાચારી શાસન છે, કુશાસન ચાલી રહ્યું છે.  કયાંકને કયાંક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કુશાસન ચાલી રહ્યું છે.

 શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા ‘‘કોંગ્રેસ આપકે દ્વાર''ના ૧૮ વોર્ડમાં અમે ફર્યા ત્‍યારે લોકોની જે વેદના અમને મળી છે, એ વેદનાને વાંચા આપવા માટે આજે કોંગ્રેસ ત્રિકોણબાગથી કમિશનર કચેરીએ જવાના છીએ કારણ કે ભૂતકાળની અંદર આ ભ્રષ્ટાચારી શાસન, આ કુશાસનની અંદર લોકોએ વ્‍ય્‍ભ્‍ ગેમ જેવો હત્‍યાકાંડ જોયો, સિટી બસનો હત્‍યાકાંડ થયો. પાણીની અંદર આપણે કયાંક ને કયાંક સારું પાણી આવતું હોય એની જગ્‍યાએ ગટરનું પાણી જોઈન્‍ટ થઈ જાય અને મચ્‍છર, રોડ રસ્‍તાની અનેક ફરિયાદો છે.

ઉલ્લેખનીય છે કે, આજે ખૂબ મોટી સંખ્‍યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રેલી યોજીને મનપા કચેરીએ પહોંચ્‍યા હતા. જ્‍યાં પ્રાંગણમાં જ પોલીસ દ્વારા બધાને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ આ કોંગ્રેસના કાર્યકરો આક્રમક મોડમાં હોવાથી આ પ્રયાસ નિષ્‍ફળ રહ્યો હતો. ભાજપ હાય હાય સહિતના સૂત્રોચ્‍ચાર સાથે કોંગી આગેવાનોએ મનપા કચેરી ગજવી મૂકી હતી. તો મનપા કમિશનરને મળવાની મનાઈ કરવામાં આવતા તેમની ચેમ્‍બર બહાર રામધૂન પણ બોલાવી હતી. જોકે અંતમાં કમિશનર દ્વારા આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવતા મામલો થાળે પડયો હતો.

જોકે શાસકોના ગેરકાયદેસર બાંધકામ અંગે પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં પણ હલ્લાબોલ અને ઉગ્ર વિરોધ કરવાની ચિમકી કોંગ્રેસ દ્વારા ઉચ્‍ચારવામાં આવી હતી.

(3:29 PM IST)