<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

આવતા મહિનાથી રાશનકાર્ડ ધારકોને બાજરો મળશેઃ DSOનો નિર્દેશ

રાજકોટ, તા. ર૪: જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે ગઈકાલે મળેલી જિલ્લા પુરવઠાની મીટિંગમાં રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા ચેમ્‍બરના ડિરેક્‍ટર રાજુ જુંજા એ જિલ્લા કલેક્‍ટરશ્રી ને સુચના કરતા જણાવ્‍યું હતું કે રાજ્‍ય સરકાર અને કેન્‍દ્ર સરકાર જ્‍યારે રાગી, બાજરો, અને જુવારનો ભોજનમાં વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાની મસમોટી જાહેરાતો કરે છે તો રાશન કાર્ડમાં કેમ આ અનાજને પ્રાધાન્‍ય અપાતું નથી.

જવાબમાં પુરવઠા અધિકારીએ જણાવ્‍યુ હતું કે બાજરો આવતા મહિનાથી શરૂ કરવાના છીએ બાકીના અનાજ અંગે ઉપરથી જે ગાઇડ લાઇન મળશે એ મુજબ આગળ વધીશું.

(2:31 PM IST)