તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
અમદાવાદ જિલ્લામાં મિલકત ખરીદીમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો
છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં કુલ 2,93,631 વેચાણ દસ્તાવેજો નોંધાયા જેમાંથી 74,614 દસ્તાવેજો મહિલાઓ દ્વારા નોંધાયા:સરકારે નોંધણી ફીમાં રાહત આપતા ₹213 કરોડથી વધુની ફી માફ કરી

અમદાવાદ જિલ્લામાં મિલકત ખરીદીમાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં કુલ 2,93,631 વેચાણ દસ્તાવેજોની નોંધણી થઈ હતી, જેમાંથી 74,614 દસ્તાવેજો મહિલાઓ દ્વારા નોંધાવવામાં આવ્યા હતા. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે નોંધણી ફીમાં રાહત આપતા ₹213 કરોડથી વધુની ફી માફ કરવામાં આવી છે, જેમાં કુલ ₹2,13,25,51,360ની નોંધણી ફીમાંથી છૂટછાટ આપવામાં આવી હોવાનું જણાવાયું છે. આ મુદ્દે પાયલ કુકરાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહમાં મહેસૂલ મંત્રીએ માહિતી આપી હતી, જે મહિલાઓમાં મિલકત ખરીદી પ્રત્યે વધતી જાગૃતિ અને સક્રિયતા દર્શાવે છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
