તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
રાધે રાધે...ભાગવત કથા દરમ્યાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ
પૂ.જીજ્ઞેશદાદાની અમૃતવાણીનો લાભ લેવા લાખો ભાવિકોમાં અનેરો ઉત્સાહ - તા. ૨૭ માર્ચ, શુક્રવારથી ૨ એપ્રિલ, ગુરૂવાર સુધી રાજકોટના રેસકોર્ષ મેદાન ઉપર શ્રધ્ધા-આસ્થા-ભકિતનું ઘોડાપુર જોવા મળશેઃ કથાનો સમય રાત્રે ૮ થી ૧૧ - વિખ્યાત કલાકારો-વકતાઓના સંગાથે શ્રી રામધૂન, શ્રીનાથજી કિર્તન, મોટીવેશનલ સ્પીચ, સત્સંગ સંધ્યા, હાસ્યરસ, લોકસંગીત સહિતના ભવ્ય કાર્યક્રમો સાંજે ૬:૩૦થી૮ સુધી રાધે રાધે અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર તથા સમગ્ર ટીમ ઐતિહાસિક અવસરને પાર પાડવા કટીબધ્ધ

રાજકોટ, તા.૨૪: વિશ્વ વિખ્યાત અને નાના-મોટા સોૈ કોઇમાં લોકપ્રિય ભાગવતચાર્ય પૂ.જીજ્ઞેશદાદાદ રાધે રાધેના વ્યાસાસને તા. ૨૭ માર્ચ, શુક્વરારથી ૨ એપ્રિલ, ૨૦૨૬ ગુરૂવાર સુધી સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે રાત્રે ૮થી૧૧વાગ્યા દરમ્યાન ભવ્ય-દિવ્ય અલોૈકીક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે પૂ. જીજ્ઞેશદાદાની અમૃતવાણીનો લાભ લેવા લાખો ભાવિકોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહયો છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ઉપર ભાગવતકથા દરમ્યાન ગામેગામથી લોકો ઉમટી પડશે અને શ્રધ્ધા-આસ્થા ભકિતનું ઘોડાપુર જોવા મળશે જેમાં બેમત નથી.
પવિત્ર શ્રીમદ્ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના સાતેય દિવસો દરમ્યાન દરરોજ સાંજે ૬:૩૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ થશે. જેનો લાભ હજ્જારો ભાવિકોને મળશે. વિખ્યાત-લોકપ્રિય કલાકારો-વકતાઓના સંગાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. તા.૨૭ માર્ચથી અનુક્રમે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપર એકનજર કરીએ તો...
શ્રી રામધૂન(રામ નામ કે હિરે મોતી ફેઇમ શ્રી અશોક ભાયાણી), શ્રી નાથજી કિર્તન (જાણીતા કિર્તન કલાકાર શ્રી બિમલ શાહ)મોટીવેશનલ સ્પીચ (યુવા મોટીવેશનલ સ્પીકર શ્રી પુનિત જોષી), સત્સંગ સંધ્યા(આર્ટ ઓફ લિવિંગના ફેકલ્ટી અને સિંગર શ્રી વિનોદ મજીઠીયા), હાસ્યરસ (ગુજરાતના પ્રથમ મહિલા હાસ્ય કલાકાર ડો. અવની વ્યાસ), લોક સંગીત (જાણીતા લોકગાયક શ્રી સાગર રાવલ-ભૂદેવ), શ્રીનાથજી કિર્તન (જાણીતા, કિર્તન કલાકાર શ્રી બિમલ શાહ સહિતના ભવ્ય સાંસ્કૃતિ કાર્યક્રમોની વણઝાર રાખવામાં આવી છે. લોકો પવિત્ર વાતાવરણમાં મન ભરીને સાંસ્કૃતિક કાર્યક્રમો માણી શકશે.
રાજકોટના ાઆંગણે સર્વજ્ઞાતિ માટેની પવિત્ર ભાગવત કથાના ઐતિહાસિક અવસરને પાર પાડવા રાધે રાધે અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર તથા સમગ્ર ટીમ કટીબધ્ધ છે.
પવિત્ર ભાગવતકથાના ભવ્ય-દિવ્ય આયોજનને સફળ બનાવવા મુખ્ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, હિરેનભાઇ ખખ્ખર, મનિષભાઇ માદેકા અને સુધીરભાઇ દુબલ સહિત ડો. નિશાંતભાઇ ચોટાઇ, પવિત્ર ભાગવત કથાના ભવ્ય - દિવ્ય આયોજનને સફળ બનાવવા મુખ્ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, હિરેનભાઇ ખખ્ખર, મનિષભાઇ માદેકા અને સુધીરભાઇ દુબલ સહિત ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રી નિલેશભાઇ ચંદારાણા (મો. ૯૮રપ૩ ર૪રર૦), ધવલભાઇ ખખ્ખર, શ્રી ભાર્ગવભાઇ ઠાકર, હિતેનભાઇ પારેખ દક્ષિણી (મો. ૭પ૭પ૦ ૭પ૭પ૯), કલ્પેશભાઇ બગડાઇ (મો. ૭૮૭૮૭ ૮પ૦૭૮), શુભમભાઇ રઘુરા (મો. ૯૬ર૪પ ૯૬૯૮૩), અલ્કાબેન પટેલ, શ્રી આદિત્ય ઝાલા (મો. ૯૯૦૯૭ ૩૧૭પ૦), દશીર્તભાઇ જીવરાજાની (મો. ૯૦૯૯૩ પ૯૦૧૮), જીજ્ઞેશભાઇ ભૂપતાણી (મો. ૯૯૯૮૬ ૧૩૮૪ર), ભાવેશભાઇ રૂપારેલીયા, (મો. ૯૮ર૪૯ ૬૬ર૭૮), હિતેષભાઇ અનડકટ (મો. ૯૮રપ૬ ૦૩૩૩૦), નિરવભાઇ રાયચુરા (મો. ૭૬૯૮પ ૦૮૦૮૦), રવિન્દ્રભાઇ માણેક (મો. ૮૪૯૦૯ ૩ર૮ર૩), મિહીરભાઇ સોલંકી (મો. ૯૧૦૬૭ ર૭પ૭પ), સોનલબેન સોમૈયા, ભારતીબેન જાની, મયુરભાઇ નથવાણી (મો. ૭૯૯૯૯ ૯૯૮પ૦), જયેશભાઇ કકકડ (મો. ૯૮રપ૪ ૮૮૮ર૧), કપિલભાઇ ગણાત્રા (મો. ૯૯રપ૧ પ૧૩પ૧), ભાવિકભાઇ જોષી (મો. ૯૬૬૪૬ ૩૩૪૪ર), ભાવિકભાઇ અરેડા (મો. ૯૧૭૩૧ રર૮૮૭), સહિતના ટીમ મેમ્બર્સ - ભાવિકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(10:51 AM IST)










