<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

પેટ્રોલ પંપોમાં અરાજકતા સર્જાતા અને અમુકે વિતરણ બંધ કરતા કલેકટર મેદાનેઃ DSOને સૂચના આપતા મામલતદારો-ઇન્‍સ્‍પેકટરોની ટીમો ઉતારી દેવાઇ

રાજકોટમાં અને જીલ્લામાં અનેક પેટ્રોલ પંપો ઉપર અરાજકતા સર્જાઇ છેઃ પેટ્રોલ પંપ માલીકોએ પેટ્રોલ-ડીઝલ ખલાસના બોર્ડ મારી દીધા છેઃ તો અમુકે ઘરની ધોરાજી ચલાવી માત્ર ૧૦૦ કે ર૦૦નું પેટ્રોલ મળશે તેવુ જણાવતા દેકારો મચી ગયો હતોઃ આ દેકારો કલેકટર પાસે પહોચતા તેમણે તાબડતોબ DSOને સૂચના આપતા જીલ્લા પુરવઠા અધિકારીએ શહેરના મામલતદારો-પોતાના ઇન્‍સ્‍પેકટરોની ટીમો પેટ્રોલપંપ ઉતારી દિધી છેઃ બપોરે ૧૧ વાગ્‍યાથી શહેર અને હાઇવે પર ચેકીંગ ચાલુ કરાયું છે.

(2:32 PM IST)