તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
શહીદ દિવસ નિમિત્તે ગોંડલ તાલુકા યુવા ભાજપ દ્વારા ભવ્ય ‘તિરંગા બાઈક રેલી'

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ‘શહીદ દિવસ' ના અવસરે માતળભૂમિની રક્ષા કાજે બલિદાન આપનાર અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ગોંડલ તાલુકા ભાજપ દ્વારા ગુંદાળા થી અનિડા ભાલોડી ત્યાંથી પાટીદાળ અને પછી ગુંદાળા પરત સાથે તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરો પોતાના બાઈક પર તિરંગા લહેરાવીને જોડાયા હતા.‘ભારત માતા કી જય' અને ‘વંદે માતરમ' ના નાદ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. ધારાસભ્ય ગીતાબા જાડેજા ના નેતળત્વ અને ગણેશભાઈ જાડેજા ની આગેવાની માં આ આયોજન ને સફળ બનાવવામાં આવ્યો હતું. તાલુકા યુવા ભાજપ પ્રમુખ અંકુરભાઇ ચાવડા, રવિરાજભાઈ ચાવડા પ્રભારી યુવા મોરચા ની ટીમ,તાલુકા પ્રેસ મિડીયા કન્વીનર સતિષભાઇ પાનસુરીયા, આઈ.ટી. સેલ, સોશિયલ મીડિયા સહિત સંગઠન નાં હોદેદારો, સહિત રેલીમાં ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોની સાથે ગુંદાળા, અનિડા ભાલોડી, પાટીદાળ અને આસપાસ ના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહીદોના સન્માનમાં યોજાયેલી આ યાત્રાએ લોકોમાં રાષ્ટ્રપ્રેમની નવી ચેતના જગાડી હતી.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
