તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
પેટ્રોલ અને ડીઝલની લાઈનોના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ભારે હંગામો સર્જાયો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ક્લેરિફિકેશન ઉઠાવી કહ્યું કે રાજ્યમાં ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને લોકોમાં ભય ફેલાવવા અફવાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે.

અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલની લાઈનોના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ભારે હંગામો સર્જાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચાની માગ સાથે નિયમ 108 અંતર્ગત નોટિસ આપી હતી અને જણાવ્યું કે ગુજરાતના લોકો રસ્તા પર છે, તેથી આ મુદ્દે તાત્કાલિક ચર્ચા જરૂરી છે. જોકે વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે નિયમ 116 હેઠળ પહેલેથી નોટિસ દાખલ થઈ ગઈ હોવાથી 108 હેઠળ ચર્ચા થઈ શકશે નહીં.
બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ક્લેરિફિકેશન ઉઠાવી કહ્યું કે રાજ્યમાં ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને લોકોમાં ભય ફેલાવવા અફવાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે સરકાર અને મુખ્યમંત્રી દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ અછત નથી, અને લાંબી લાઈનો હોવા છતાં કોઈ વ્યક્તિ પેટ્રોલ-ડીઝલ વિના પરત ફર્યો નથી.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
