<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

નર્મદા પરિક્રમા કરનારો યુવાન વડોદરાના તળાવમાં ડૂબી ગયોઃ ચાર ડુબ્‍યાઃ એક હજુ ગૂમઃ બેનો બચાવ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૪: વડોદરા જિલ્લાના આલમગઢ ગામે ચાર યુવાનો તળાવમાં નહાવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ચાર મિત્રો તળાવમાં ઉતર્યા હતા, ત્‍યારે અચાનક ઊંડા પાણીમાં જતા બે યુવાનો અમિત સુરેશ તડવી અને શૈલેષ રમણભાઈ સોલંકી ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરતા અમિત તડવીનો સોમવાર સાંજે મળતદેહ મળી આવ્‍યો હતો. જ્‍યારે શૈલેષ સોલંકીનો હજુ સુધી કોઇ પત્તો ન લાગતા ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, શૈલેષના મોટાભાઈની તાજેતરમાં સગાઈ થતા આવતા મહિને લગ્ન હતા તે પહેલા જ આ કરૂણ ઘટના બનતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. અમિત ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જોકે, તળાવમાં કાદવ-કીચડનું સામ્રાજ્‍ય હોય સ્‍થાનિક તરવૈયાઓને પણ કીચડમાં ખૂંપી જવાના કારણે મુશ્‍કેલી પડી રહી છે. તળાવ કિનારે પરિવારના આક્રંદે વાતાવરણમાં ગમગીની પાથરી હતી.

અન્‍ય એક બનાવમાં વડોદરા જિલ્લામાં અંબાલી ગામ નજીક નર્મદા પરિક્રમા કરવા આવેલો ૨૨ વર્ષીય યુવક નર્મદા નદીમાં નહાવા પડ્‍યા બાદ ડૂબ્‍યાની ઘટના સામે આવી છે. નર્મદા નદીના ધસમસતાં ઙ્કવાહમાં સુરેન્‍દ્રનગરનો યુવક તણાઈ જતાં લાપતા થયો હતો.

વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે ગઈકાલે બપોરે ચાર યુવાનો તળાવમાં નહાવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં બે યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જ્‍યારે અમિત સુરેશ તડવી અને શૈલેષ રમણભાઈ સોલંકી ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા છે. ઘટનાને લઈને સ્‍થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ગઇકાલે વડોદરા ટીપી ૩ ફાયર બ્રિગેડની ટીમે બંનેની શોધખોળ કરી હતી, જોકે સાંજ સુધી બંનેનો કોઈ પત્તો લાગ્‍યો નહોતો, જેથી આજે બીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે.

ઘટનાને ૨૪ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં બંને લાપતા યુવાનોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્‍યો નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવમાં સતત શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ જરોદ પોલીસે તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

બીજી તરફ વડોદરા જિલ્લામાં અંબાલી ગામ નજીક નર્મદા પરિક્રમા કરવા આવેલો ૨૨ વર્ષીય યુવક નર્મદા નદીમાં નહાવા પડ્‍યા બાદ ડૂબ્‍યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, નર્મદા નદીના ધસમસતાં પ્રવાહમાં સુરેન્‍દ્રનગરનો યુવક તણાઈ જતાં લાપતા થયો હતો. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી હતી અને નદીમાં ગુમ થયેલા યુવકને શોધવા માટે રેસ્‍કયુ કામગીરી શરૂ કરી હતી. વડોદરા અને કરજણ ફાયર વિભાગ દ્વારા સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી રહી છે.

આ બનાવને પગલે નદી કાંઠે લોકોના ટોળા ઉમટી પડ્‍યા હતા અને વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવક ડૂબ્‍યાની માહિતી મળતા જ શિનોર પોલીસ પણ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્‍યો નથી અને બચાવ કામગીરી યથાવત રાખવામાં આવી છે.

(11:58 AM IST)