<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ખેલાડીઓ માટે ટીમ બસ ફરજીયાત, ખાનગી વાહનો પર પ્રતિબંધ : મેચના દિવસે મેદાનમાં પ્રેકટીસ પર રોક

બીસીસીઆઇ દ્વારા આઇપીએલ માટે કડક માર્ગદર્શીકા જાહેર : પોસ્‍ટ મેચ પ્રેઝન્‍ટેશનમાં સ્‍લીવલેસ જર્સી કે ફલૉપી હૅટ પર પ્રતિબંધ, ખેલાડી નિયમનું ઉલ્લંઘન કરશે તો દંડ ફટકારાશે

નવી દિલ્‍હી : બીસીસીઆઇએ આઇપીએલ નવી અને અત્‍યંત કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા નિયમોનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ટુર્નામેન્‍ટમાં શિસ્‍ત, પ્રોફેશનલિઝમ અને બ્રોડકાસ્‍ટિંગની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. આ વખતે ખેલાડીઓથી લઈને તેમના પરિવારજનો અને સપોર્ટ સ્‍ટાફ સુધી તમામે નવા પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

નવા ફેરફારોમાં સૌથી મહત્‍વનો નિર્ણય એ છે કે હવે મેચના દિવસે કોઈ પણ ટીમને મેદાન પર પ્રેક્‍ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પિચની ગુણવત્તા જાળવવા અને વ્‍યસ્‍ત શિડ્‍યુલને મેનેજ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. ખેલાડીઓએ મેચના દિવસે નેટ્‍સમાં અભ્‍યાસ કે મેઈન સ્‍ક્‍વેર પર ફિટનેસ ડ્રીલ કરવાને બદલે નિર્ધારિત ટ્રેનિંગ વિન્‍ડોમાં જ પોતાની તૈયારીઓ કરી લેવી પડશે. બીસીસીઆઇએ ટીમના માહોલને વ્‍યાવસાયિક રાખવા માટે ખેલાડીઓના પરિવાર અને મિત્રોની પહોંચ મર્યાદિત કરી દીધી છે. હવે ડ્રેસિંગ રૂમ અને ફિલ્‍ડ ઓફ પ્‍લે પર માત્ર અધિકળત સ્‍ટાફ જ જઈ શકશે. પરિવાર અને મિત્રો હોસ્‍પિટાલિટી એરિયામાંથી જ પ્રેક્‍ટિસ સેશન જોઈ શકશે. આ ઉપરાંત, પ્રેક્‍ટિસ દરમિયાન ખેલાડીઓ સાથે ફેમિલી મેમ્‍બર્સને મુસાફરી કરવાની પણ મંજૂરી નહીં હોય.

ખેલાડીઓએ સ્‍ટેડિયમ આવવા-જવા માટે ફરજિયાત ટીમ બસનો જ ઉપયોગ કરવો પડશે, ખાનગી વાહનો પર પ્રતિબંધ છે. ઓરેન્‍જ અને પર્પલ કેપ ધારકોએ મેચની શરૂઆતની ઓવરો સુધી કેપ પહેરવી પડશે. પોસ્‍ટ-મેચ પ્રેઝન્‍ટેશનમાં સ્‍લીવલેસ જર્સી કે ફ્‌લોપી હેટ પર પ્રતિબંધ મુકાયો છે. જો કોઈ ખેલાડી કે સ્‍ટાફ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો પ્રથમ વખત ચેતવણી અને બીજીવાર દંડ ફટકારવામાં આવશે.

(3:38 PM IST)