તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
કોલંબિયામાં સેનાનું વિમાન કાળમુખું બન્યું: ભયાનક વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૬૬ થયો, સમગ્ર દેશમાં શોકનું મોજું!
રનવેથી માત્ર ૧.૫ કિમી દૂર વિમાન તૂટી પડતા સર્જાયા કમકમાટીભર્યા દ્રશ્યો: લેન્ડિંગ પૂર્વે જ ટેકનિકલ ખામી કે ખરાબ હવામાનને કારણે વિમાનના કુચેકુચા ઉડી ગયા:મૃતકોમાં સૈન્ય અધિકારીઓ અને જવાનોનો સમાવેશ: બચાવ કામગીરી દરમિયાન કાટમાળ નીચેથી એક પછી એક મૃતદેહો મળતા હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રશ્યો, દુર્ઘટનાનું કારણ શોધવા તપાસ તેજ

નવી દિલ્હી :દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાંથી એક અત્યંત માઠા સમાચાર મળી રહ્યા છે. કોલંબિયાની સેનાનું એક વિમાન લેન્ડિંગના ગણતરીના સમય પહેલા જ રનવેથી માત્ર ૧.૫ કિલોમીટર દૂર તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ૬૬ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. વિમાન પહાડી કે ખુલ્લા વિસ્તારમાં પડતાની સાથે જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે અંદર સવાર મુસાફરોને બચવાની કોઈ તક મળી ન હતી. સેનાના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોને લઈને જઈ રહેલું આ વિમાન કયા કારણોસર ક્રેશ થયું તે અંગે રહસ્ય ઘેરાયું છે. બચાવ ટીમોએ કાટમાળમાંથી તમામ મૃતદેહો બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. આ ઘટનાને પગલે કોલંબિયામાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.
આ અકસ્માત પેરૂની સરહદ પાસે આવેલા પ્યુર્ટો લેગુઝામો નજીક સર્જાયો હતો. દુર્ઘટના સ્થળ રહેણાંક વિસ્તારથી માત્ર 3 કિલોમીટર દૂર હતું. કાટમાળમાંથી અત્યાર સુધીમાં અંદાજે 57 સૈનિકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે. C-130 હર્ક્યુલસ વિમાન 1950ના દાયકાથી વિશ્વભરમાં સૈન્ય પરિવહનનો મહત્વનો હિસ્સો રહ્યું છે. કોલંબિયા 1960ના દાયકાથી આ વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે, સમયાંતરે તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે, પરંતુ જૂના થતા સૈન્ય સાધનો અને વિમાનોની સુરક્ષા હવે ચિંતાનો વિષય બની છે.
કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આને ગંભીર અકસ્માત ગણાવતા કહ્યું કે, જવાનોની સુરક્ષા સૌથી વધુ મહત્વની છે. રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જો સૈન્ય કે નાગરિક અધિકારીઓ સંસાધનોના આધુનિકીકરણના પડકારને પહોંચી વળવામાં નિષ્ફળ જશે તો તેમને પદ પરથી હટાવવામાં આવશે. તેમણે સેના માટે નવા હેલિકોપ્ટર, ટ્રાન્સપોર્ટ વિમાન અને એન્ટી-ડ્રોન સિસ્ટમ તાત્કાલિક ખરીદવા આદેશ આપ્યો છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
