<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

પેટ્રોલ, ડીઝલ, ગેસ માટેની લાઇનો મુદ્દે વિધાનસભામાં હોબાળો

અમિત ચાવડા અને ગોપાલ ઇટાલિયાએ મુદ્દો ઉઠાવ્‍યો : તુષાર ચૌધરીએ ગૃહના પ્રવેશદ્વારે પોતાની ગાડી રોકાયાનો રોષ વ્‍યકત કર્યા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૪ :  આજે પ્રશ્નોતરીકાળ બાદ વિપક્ષના અમિત ચાવડાએ નિયમ ૧૦૮ મુજબ વિધાનસભા ગૃહ શરૂ થયા પહેલા અધ્‍યક્ષ, સચિવને લેખિત આપેલ જેમાં પેટ્રોલ પંપ, ગેસ માટે લાઇન  ગુજરાતભરમાં લાગી છે. આ મુદ્દે ગૃહમાં આજે હોબાળો થયો હતો. આ વાત બોલતાની સાથે વિધાનસભાની અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરીએ જણાવ્‍યું કે આ અંગે ચર્ચા શરૂ થાય તે પહેલા કહ્યું કે મને નોટિસ મળી છે પરંતુ આ અંગે વિધાનસભાની નિયમોના નિયમ ૧૧૬ ની નોટીસ આવતીકાલે લાવવાની મંજુરી આપી છે.

આ અંગે મેં આપની ૧ નિયમ ૧૦૮ અંગેનો જવાબ લેખિત આપ્‍યો છે. જે આપને જાણ થાય.

ત્‍યારબાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાએ એવો મુદ્દો ઉપસ્‍થિત કર્યો કે નિયમ ૧૧૬ ની નોટીસ બે દિવસ અગાઉ આપવાની હોય છે. વિપક્ષના તુષાર ચૌધરીએ સચિવાલય સંકુલમાં પ્રવકતા પહેલા મારી ગાડી ચેક કરવામાં આવી અને અન્‍ય ગાડીઓને જવા દેવામાં આવી .

અધ્‍યક્ષે જણાવેલ કે આ અંગે વિગતો મેળવી જાણ કરીશ.

(3:19 PM IST)