<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ગુરૂવારે શ્રી લિમ્‍બચ ભવાની માતાજીનો પ્રાગટય દિવસ : યજ્ઞ, ધજા ચડાવાશે, મહાપ્રસાદ, સન્‍માન, દાંડીયારાસ

શ્રી ક્ષોૈરકર્મ વાળંદ સમાજ સમિતિ દ્વારા જ્ઞાતિની વાડી અને શાષાીમેદાન ખાતે કાર્યક્રમો

રાજકોટ : શ્રી ક્ષોૈરકર્મ વાળંદ સમાજ સમિતિ-રાજકોટના નવનિયુક્‍ત પ્રમુખ અતુલભાઇ કે. વાજા (મો.૯૮૨૫૬ ૧૯૭૨૮) ‘‘એકતા એ જ આપણું બળ, પ્રગતિ એ જ આપણું લક્ષ્ય''ના નવા સ્‍લોગન સાથે તોજ તેમની સમગ્ર ટીમ દ્વારા તથા સમસ્‍ત વાળંદ સમાજ-રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસે એટલે કુળદેવી શ્રી લિમ્‍બચ ભવાની માતાજીના પ્રાગટય દિવસ આઠમા દિવસે રાજકોટ ખાતે ‘શ્રી લિમ્‍બચ ભવાની માતાજીનો ૩૯મો હવન મહોત્‍સવ -૨૦૨૬ તેમજ મહા પ્રસાદ (જ્ઞાતિ જમણ)'નું આયોજન તા.૨૬, ગુરૂવારે શાષાી મેદાન, ત્રિકોણબાગ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. તા.૨૬, ગુરૂવારે વાણંદ સેવા સમાજની વાડી, ખાતે રાખેલ છે. ધજા મુહૂર્તઃ સવારે ૦૭ કલાકે, યજ્ઞ પ્રારંભ : સવારે ૦૭:૧૦ કલાકે, બાડું હોમવાનો સમય : બપોરે ૧૨ કલાકે. શાષાી મેદાન (ત્રિકોણબાગ પાસે) ખાતે મહાપ્રસાદ :સાંજે ૦૭ કલાકે, મહેમાનોનું સન્‍માા : સાંજે ૦૭ :૩૦ કલકે, દાંડિયા રાસ : ૦૯:૩૦ કલાકે રાખેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ અતુલભાઇ કે. વાજા, ઉપપ્રમુખ સચીનભાઇ પરમાર (મો.૯૨૨૮૪ ૦૩૪૪૦), મંત્રી મહેશભાઇ રાઠોડ (મો. ૯૯૯૮૮૮૫૫૩૯), ખજાનચી લલિતભાઇ પરમાર સહમંત્રી બળદેવ સોલંકી તેમજ કારોબારી સમિતિના સભ્‍યો અરવિંદભાઇ સોલંકી, અલ્‍પેશભાઇ ચોૈહાણ, તરૂણભાઇ રાઠોડ, નિતિનભાઇ રાઠોડ, પરેશભાઇ જોટંગીયા, રવિભાઇ રાઠોડ, ભોલેશભાઇ વૈષ્‍ણવ, નિલેશભાઇ ગોહેલ અને રાજ ધામેલીયા વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:46 PM IST)