તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th March 2026
આજે શિક્ષણમાં ધર્મ કરતા ધીરજનું શિક્ષણ વધુ જરૂરીઃ પૂ.મોરારીબાપુ
કચ્છના માધાપરમાં શ્રીરામકથામાં ગુંજતા શ્રી રામનામના નાદ

રાજકોટ, તા. ર૪: સાધના અને સાધન સંપન્ન કચ્છની માધાપરની ધરતી પર પ્રવાહિત થઇ રહેલી ‘માનસ મુકુરાષ્ટક' રામકથાના ત્રીજા દિવસે આપણે સાત્વિક સંવાદ કરીએ.. મન મૃગ છે, મન ભવસાગરની માછલી છે. મનના જુદા જુદા કેટકેટલા સ્વરૂપો છે, આપણી સંતવાણી-ભજનવાણીમાં પણ એના ઉલ્લેખો છે. મન મરકટ (વાનર) છે, મેઘાણીભાઇતો મન મયુર છે એમ પણ લખ્યું... ‘મન મોર બની થનગાટ કરે...' મન મહોત્મત હાથી છે. મન ગાંડુતુર છે. મનુએ મન છે અને શતરૂપા એ બુધ્ધિ છે. પુરૂષ છે તે નારી-પ્રકૃતિને આધિન છે. ચૈતન્ય એ જડતાને આધિન છે. આપણે સૌ જડતાને આધિન છીએ. આ વ્યાસપીઠની બેઠક જડ છે, તમે સૌ બેઠા છો એ ખુરશી જડ છે, તમે જડતાને આધિન છો! માનસની પંકિતઓમાં જે મુકુર-મન-મલિનતાની વાત છે એ મારી-તમારી અજ્ઞાનતા મનને ઢાંકી દે છે. એકોબિદ એટલે મુર્ખતા (કોબિદ એટલે વિધ્વાન) આપણા મનના દર્પણને ઢાંકી દે છે. અંધતા-જ્ઞાન-વૈરાગ્યની આંખો સામે પડવી રચાય છે અને અભાગી-ભાગ્ય વિહિન સ્થિતિ આપણા મનરૂપી અરિસાની આગળ ધુમાડો રચે છે. જેના બાથરૂમમાં ખુબ ગરમ પાણીની વરાળ અરિસાને ઢાંકી દે છે!
પૂ.મોરારીબાપુએ વધુમાં કહયુ કે આપણા સ્મૃતિકાર મનુએ ચાર વસ્તુની ના પાડી છે. (૧) જયાં સનાતન ધર્મનું સન્માન ન હોય, વૈદિક- આદિ- અનાદિ સનાતનું સન્માન ન હોય એ ગામમાં ન રહેવું. (ર) સંક્રામક રોગ હોય એ ગામમાં ન રહેવુ. (૩) યાત્રા કોઇ દિવસ એક ન કરવી (એકાંતમાં રહેવુ) (૪) પર્વત ઉપર બહુ રોકાવુ નહીં. અત્યારના સમયમાં સારૂ બનવા માટે કથા જેવુ બીજી કોઇ જ માધ્યમ નથી. કથા શ્રવણ જેવુ બીજી સાધન નથી. સૂરદાસ આ પાંચ વસ્તુ લઇને ચાલે છે. (૧) દ્રઢ ભરોસો (ર) અવલંબન- ટેકો (૩) આધાર (૪) સહારો- સાથ (પ) આધિનતા. કોઇએ પ્રશ્ન પૂછયો છે કે- બાપુ બેરખા ને બદલે અમે હાથમાં યાંત્રિક (ઇલેકટ્રીક- ડીજીટલ) બેરખો ફેરવીએ છીએ તો ચાલે? જવાબઃ કોઇપણ રીતે બેરખો ફેરવો પણ તુલસીનો બેરખો તમને તુલસીનો સ્પર્શ કરાવશે, પેલા યાંત્રિક બેરખામાં એ અનુભુતિ નહી આવે! તમે બેરખો નથી ફેરવતા પણ બેરખો તમારૂ જીવન ફેરવી નાંખે છે. (- મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫, મો.૮૧૪૦૨ ૧૩૧૩૦)(૬.૧૭)
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
