News of Tuesday, 24th March 2026
આતંકવાદી કૃત્યોની તપાસ બેવડાઇ નહિ તે માટે કાયદામાં સુધારોઃ હર્ષ સંઘવી
આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ ધારામાંથી આતંકવાદી કૃત્યો આઉટ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૪: રાજય સરકારે, રાષ્ટ્રપતિની અનુમતિ મળ્યા પછી, આતંકવાદી કૃત્યોના નિવારણ અને નિયંત્રણ માટે અને સંગંઠિત ગુના સિન્ડિકેટની ગુનાહિત પ્રવૃતિઓને પહોંચી વળવા માટે ખાસ જોગવાઇઓ કરીને, આંતકવાદી કૃત્યો અને સંગઠિત ગુનાઓના ખતરાને નાથવા, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, ર૦૧પ અધિનિયમિત કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવેલ કે કેન્દ્ર સરકારે, ભારતો ફોજદારી અધિનિયમ ૧૮૬૦ (સન ૧૮પ૦નો ૪પ મો) રદ કરીને, ભારતના ફોજદારી અધિનિયમની જોગાવાઇઓ સંપુર્ણપણે સુધારીને અને આતંકવાદી કૃત્યો સહિતના નવા પ્રકારના અમુક ગુનાઓ ઉમેરીને, ભારતીય ન્યાય સંહિતા ર૦ર૩ (સન ર૦ર૩ નો ૪પ મો) અધિનિયમિત કર્યો છે. તેથી રાજય સરકાર, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ર૦૧પ માંથી આતંકવાદી કૃત્યોના ગુનાઓને કમી કરવાની વિચારણા કરી છે જેથી કરીને આતંકવાદી કૃત્યોની તપાસ બેવડાય નહિં. વિધેયકથી, ઉપર્યુકત ઉદેશ સિધ્ધ કરવા, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ર૦૧પ સુધારવા ધાર્યુ છે
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
