<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

આયાતી ફળો થયા મોંઘાઃ સપ્‍લાય ચેઈન તૂટતા ફ્રૂટ થયું સ્‍વાદરહિત

સપ્‍લાય ચેઇનમાં આવેલા વિક્ષેપ, ટ્રાન્‍સપોર્ટેશન ખર્ચમાં વધારો અને આયાત પ્રક્રિયામાં થતા વિલંબને કારણે બજારમાં ફળોના ભાવ આસમાને પહોંચી રહ્યા છે કીવી - સફરજન - એવોકાડો વગેરે મોંઘાદાટ

અમદાવાદ તા.૨૪: ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો પ્રભાવ હવે વૈશ્વિક સ્‍તરથી આગળ વધી સ્‍થાનિક બજારોમાં પણ સ્‍પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં ખાસ કરીને ઈમ્‍પોર્ટેડ ફળોના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકોને મોંઘવારીનો સીધો માર સહન કરવો પડી રહ્યો છે. સપ્‍લાય ચેઇનમાં આવેલા વિક્ષેપ, ટ્રાન્‍સપોર્ટેશન ખર્ચમાં વધારો અને આયાત પ્રક્રિયામાં થતા વિલંબને કારણે બજારમાં ફળોના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. હાલની પરિસ્‍થિતિ માત્ર વેપારીઓ માટે નહીં પરંતુ સામાન્‍ય લોકો માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે, અને આવનારા દિવસોમાં આ મોંઘવારી વધુ વધવાની શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ની સીધી અસર હવે અમદાવાદ ના બજારમાં સ્‍પષ્ટ જોવા મળી રહી છે. ખાસ કરીને ઈમ્‍પોર્ટેડ ફળો ના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. વૈશ્વિક સપ્‍લાય ચેઇન માં આવેલા વિક્ષેપને કારણે વેપારીઓને માલ સમયસર મળતો નથી, જેના પરિણામે સ્‍થાનિક બજારમાં કિમતોમાં ઉછાળો આવ્‍યો છે. અગાઉ જે ફળો ૨૦ થી ૨૫ દિવસમાં પહોંચતા હતા, હવે તે જ કન્‍ટેનરપહોંચવામાં ૪૫ દિવસ જેટલો સમય લાગી રહ્યો છે, જે વેપાર માટે મોટી મુશ્‍કેલી બની છે.

આ પરિસ્‍થિતિ પાછળનું સૌથી મોટું કારણ ટ્રાન્‍સપોર્ટેશન ખચý માં થયેલો ભારે વધારો છે. કન્‍ટેનર ભાડું ૪ થી ૫ ગણું વધતા આયાત ખર્ચ માં નોંધપાત્ર વધારો થયો છે. આ વધેલા ખર્ચનો સીધો બોજ ગ્રાહકો પર આવી રહ્યો છે. ઈમ્‍પોર્ટેડ લક્‍ઝરી ફળો માં સરેરાશ ૧૫ થી ૨૦ ટકા સુધી ભાવ વધારો નોંધાયો છે. વેપારીઓ જણાવે છે કે ચીન , ઈજિપ્ત, ન્‍યૂઝીલેન્‍ડ સહિત લગભગ ૧૫ દેશોમાંથી આવતાં ફળો હવે વધુ મોંઘા પડી રહ્યા છે.

હાલમાં બજારમાં ઉપલબ્‍ધ ઈમ્‍પોર્ટેડ ફળોના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. સફરજનના ભાવ રૂપિયા ૨૫૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જ્‍યારે કીવી  રૂપિયા ૩૫૦ પ્રતિ કિલો વેચાઈ રહી છે. એવોકાડા ૧૨ નંગ માટે રૂપિયા ૧૩૦૦ સુધી પહોંચ્‍યું છે, જ્‍યારે ડ્રેગન ફ્રૂટ રૂપિયા ૨૦૦ પ્રતિ કિલો અને ઈમ્‍પોર્ટેડ સંતરા  પણ રૂપિયા ૨૦૦ પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. સપ્‍લાયમાં વિલંબ  અને વધેલા ખર્ચના કારણે બજારમાં માંગ અને પુરવઠા વચ્‍ચે અસંતુલન સર્જાયું છે.

જો ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ની પરિસ્‍થિતિ યથાવત રહે છે, તો આવનારા દિવસોમાં ઈમ્‍પોર્ટેડ ફળોના ભાવમાં વધુ વધારો થવાની પૂરી શક્‍યતા છે. વેપારીઓ અને નિષ્‍ણાતો માને છે કે સપ્‍લાય ચેઇન સામાન્‍ય થવામાં સમય લાગશે, જેથી ગ્રાહકોને આગળ પણ મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. હાલની પરિસ્‍થિતિ બજારમાં અનિヘતિતા ઉભી કરી રહી છે, જેનાથી આગામી દિવસોમાં ભાવ  વધુ ઉંચા જઈ શકે છે.

(4:14 PM IST)