<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

MIનું ટેન્‍શન વધ્‍યું : હાર્દિકની સેના સજ્જ, પણ ‘યોર્કર કિંગ' બુમરાહ લાપતા!

બુમરાહ ઇન્‍જર્ડ છે કે તેને આરામ અપાયો છે ?

મુંબઈ : આગામી આઇપીએલ સિઝન માટે પાંચ વખતની ચેમ્‍પિયન મુંબઈ ઇન્‍ડિયન્‍સના કેમ્‍પમાં રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ટીમના નવા-જૂના સુકાનીઓ હાર્દિક પંડ્‍યા અને રોહિત શર્મા એકસાથે નેટ્‍સમાં પરસેવો પાડતા જોવા મળ્‍યા છે, જેને જોઈને ફેન્‍સમાં ખુશીની લહેર છે. પરંતુ, આ ચિત્રમાં એક મોટું ગાબડું જોવા મળ્‍યું છે - ટીમના સૌથી ભરોસાપાત્ર બોલર જસપ્રીત બુમરાહ કયાંય નજરે પડતા નથી.

મુંબઈ ઇન્‍ડિયન્‍સ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા પ્રેક્‍ટિસ સેશનના ફોટોઝ અને વીડિયોમાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને અન્‍ય વિદેશી ખેલાડીઓ પણ દેખાયા હતા, પરંતુ બુમરાહની ગેરહાજરીએ ક્રિકેટ જગતમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્‍યા છે.

શું બુમરાહને હજુ પણ તેની જૂની ઈજા હેરાન કરી રહી છે? કે પછી વર્કલોડ મેનેજમેન્‍ટના નામે તેને આરામ અપાયો છે? આ પ્રશ્નોએ ફ્રેન્‍ચાઈઝીના માલિકો અને ફેન્‍સના ધબકારા તેજ કરી દીધા છે.

જો બુમરાહ શરૂઆતની મેચોમાં ઉપલબ્‍ધ નહીં રહે, તો હાર્દિક પંડ્‍યા માટે બોલિંગ એટેક ગોઠવવો લોઢાના ચણા ચાવવા સમાન બની જશે. બુમરાહ વગર મુંબઈનું પેસ એટેક ફિક્કું પડી શકે છે, જેની સીધી અસર પોઈન્‍ટ ટેબલ પર પડી શકે તેમ છે. હાલ તો ક્રિકેટ પ્રેમીઓની નજર મુંબઈ ઇન્‍ડિયન્‍સના સત્તાવાર સ્‍ટેટમેન્‍ટ પર ટકેલી છે. 

(3:01 PM IST)