News of Tuesday, 24th March 2026
શેરબજારમાં આજે મંગલ - મંગલ સેન્સેકસ - નીફટી રોકેટ ગતિએ ઉછળ્યા

મુંબઇ તા.૨૪ઃ આજે, ૨૪ માર્ચે શેરબજારમાં તેજી જાવા મળી રહી છે. સેન્સેક્સ ૧૪૧૫ પોઈન્ટ વધીને ૭૪,૧૧૧ પર ટ્રેડ થઈ રહ્ના છે. નિફટી પણ ૪૨૧ પોઈન્ટ વધીને ૨૨૯૩૪ પર પહોંચી ગયો છે. આજે બેંકિગ અને અોટો શેરોમાં સૌથી વધુ ટ્રેડિગ થયું છે.
ઍશિયન બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજારો મજબૂત રીતે ખુલ્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ અોછો થવાની આશાથી બજારોમાં રાહત જાવા મળી. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્નાં કે અમેરિકા અને ઈરાન વચ્ચે ખૂબ જ સારી અને અર્થપૂર્ણ વાટાઘાટો થઈ છે, જેનાથી સંઘર્ષનો સંપૂર્ણ અને નિર્ણાયક ઉકેલ આવી શકે છે. જાકે, ઈરાને હજુ સુધી બંને દેશો વચ્ચે કોઈ વાટાઘાટોની પુષ્ટિ કરી નથી.
બજારમાં આ ઉછાળો બપોરે ૧ વાગ્યાની આસપાસ અલ અરેબિયાના ઍક અહેવાલ પછી આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોજતબા ખામેની અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે સંમત થયા છે. જાકે, ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
સ્થાનિક શેરબજારમાં તેજીનું ઍક કારણ વૈશ્વિક બજારોમાંથી મળતા સકારાત્મક સંકેતો હતા. યુઍસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઉર્જા માળખા પરના હુમલાઅોને પાંચ દિવસ માટે કામચલાઉ બંધ કરી દેવામાં આવ્યા છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
