<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

અમદાવાદના બોપલ, પ્રહલાદનગર, નિર્ણયનગર અને એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી

સરકારની અપીલ છતાં લોકોમાં ભયનો માહોલ યથાવત રહેતા ઇંધણ માટે હજી પણ ભારે ભીડ જોવા મળી રહી છે

અમદાવાદમાં સરકાર દ્વારા અફરાતફરી ન મચાવવા અને પૂરતું ઇંધણ ઉપલબ્ધ હોવાનું કહી અપીલ કરવામાં આવી હોવા છતાં તેની ખાસ અસર જોવા મળી નથી. બીજા દિવસે પણ શહેરના સાઉથ બોપલ, પ્રહલાદનગર, નિર્ણયનગર અને એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી. કેટલીક જગ્યાએ હજીપણ પેટ્રોલ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. સરકારની અપીલ છતાં લોકોમાં ભયનો માહોલ યથાવત રહેતા ઇંધણ માટે હજી પણ ભારે ભીડ જોવા મળી રહી છે.

 

(11:43 AM IST)