<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

રમઝાન માસ પુરો થતા ઈદુલ ફીત્રની શાનદાર ઉજવણી

રાજકોટઃ માહે રમઝાન મુબારક ઈદની શુભેચ્‍છા પાઠવતા રાજકોટ શહેરના જાબાઝ પોલીસ કમિશ્નરશ્રી બ્રીજેશકુમાર ઝા ખાસ ઉપસ્‍થિત રહી ઈદની ભલી શુભેચ્‍છાઓ સાથે મુબારકબાદી પાઠવી જણાવ્‍યું હતું કે રંગીલુ રાજકોટ કોમી-એકતાની મિસાઈલ છે. અહીં સૌ હિન્‍દુ-મુસ્‍લીમ બિરાદરો હળીમળીને રહે છે અને એક-બીજાના તહેવારોમાં હાજરી આપી ભાઈચારામાં યોગદાન આપતા રાજકોટ શહેરની આન-બાન- શાનમાં વધારો કરે છે જે ગૌરવની વાત છે. પોલીસ અધિકારીશ્રીઓ પોલીસ કમિશ્નર બ્રીજેશકુમાર ઝા સાહેબ, ક્રાઈમ બ્રાંચ ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ, ટ્રાફીક ડીસીપી ડો. હરપાલસિંહ જાડેજા સાહેબ, એ.સી.પી. પટેલ સાહેબ, ડીસીપી ક્રાઈમબ્રાંચ એમ.આર.ગોંડલીયા સાહેબ, પ્ર.નગર પી.આઈ. વી.આર. વસાવા સાહેબ, પ્ર.નગર પી.એસ.આઈ. ડી. એન. ગજેરા સાહેબ વિગેરે માહે રમઝાન મુબારકની શુભેચ્‍છા પાઠવી હતી. આ પ્રસંગે સદર જુમ્‍મા મસ્‍જીદના હાફીઝ હાજી અકરમબાપુ, નાયબ ઈમામ અઝરૂદીન બાપુ, રમઝાનમા તરાબી પઢાવતા અમીનબાપુ, સદર જુમ્‍મા મસ્‍જીદ ટ્રસ્‍ટના પ્રમુખ યાકુબભાઈ દલવાણી, સદર કુરેશ જમાતના પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા, સદર જુમ્‍મા મસ્‍જીદના મંત્રી સાજીદભાઈ ખોખર, સહમંત્રી ઈરફાનભાઈ ઠેબા, ટ્રસ્‍ટી મુરાદભાઈ દલવાણી, યાસીનભાઈ શેખ, ઈમરાનભાઈ શેખ, યુનુસભાઈ કટારીયા, મોહસીનબાપુ કાદરી, સલીમભાઈ દલવાણી, એઝાઝભાઈ દલવાણી, સતારભાઈ દલવાણી, અસલમબાપુ કાદરી, એઝાઝભાઈ બેલીમ, અરમાનભાઈ સુમરા, સમીરભાઈ મકરાણી, સકીલભાઈ હબીબભાઈ કટારીયા તેમજ ઈદગાહ મસ્‍જીદના રખેવાડ ઝાકીરભાઈ, હિન્‍દુ ભાઈઓ દેવીપૂજક સમાજના અગ્રણી નરેશભાઈ મકવાણા, ગૌસ્‍વામી સમાજના અગ્રણી જયસુખભાઈ ગૌસ્‍વામી, રઘુવંશી સમાજના યુવા અગ્રણી મુન્નાભાઈ કેસરીયા, કેતનભાઈ બોરીસાગર, અરવિંદભાઈ મણીયાર, વિનુભાઈ ચૌહાણ, મયુરભાઈ શાહ, કેતનભાઈ વોરા, રણજીતભાઈ પઢીયાર, હિમાંશુભાઈ વ્‍યાસ, નરેન્‍દ્રભાઈ ખોલીયા વિગેરે ઈદના મુબારક દિવસે સૌ હાજર રહી એક-બીજાને શુભેચ્‍છા પાઠવી હતી. તેમ હબીબભાઈ ગનીબાપુ કટારીયા(મો.૯૮૨૪૪ ૧૬૦૬૯)  તથા હાજી યાકુબભાઈ દલવાણી તથા સાજીદભાઈ ખોખરની સંયુકત યાદીમાં જણાવેલ હતી.

(2:57 PM IST)