<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

દિન દયાળ પોર્ટ કંડલાની સિદ્ધિ: પ્રથમ વખત દરિયા વચ્ચે ટ્રિપલ શીપ કાર્ગો હેન્ડલિંગ : જુઓ વિડિયો

એક કેપ સાઇઝ વેસલમાંથી ૧ લાખ ૧૭ હજાર ટન કાર્ગો અન્ય બે જહાજમાં ટ્રાન્સફર કરાયો હતો દરિયા વચ્ચે ટ્રિપલ શીપ કાર્ગો હેન્ડલિંગ પ્રથમ વાર થયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ :  વોરના માહોલ વચ્ચે પણ દેશના તમામ મહાબંદરોમાં વિક્રમ કાર્ગો હેન્ડલ કરનાર દિન દયાળ પોર્ટ કંડલાએ વધુ એક સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ છે દરિયા વચ્ચે ટ્રિપલ શીપ કાર્ગો હેન્ડલિંગ !! કંડલા પોર્ટ ઉપર એક સાથે ત્રણ જહાજમાં શીપ ટુ શીપ કાર્ગો હેન્ડલિંગ કરાયું હતું. એક કેપ સાઇઝ વેસલમાંથી ૧ લાખ ૧૭ હજાર ટન કાર્ગો અન્ય બે જહાજમાં ટ્રાન્સફર કરાયો હતો. દરિયા વચ્ચે ટ્રિપલ શીપ કાર્ગો હેન્ડલિંગ પ્રથમ વાર થયું હતું. ચેરમેન શુશીલકુમાર સિંઘના માર્ગદર્શન હેઠળ દિન દયાળ પોર્ટ કંડલા ગતિશીલતા સાથે આગળ ધપી રહ્યું છે.

(1:21 PM IST)