<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 કુટુંબી ભત્રીજા સાથે આંખ મળી જતાં ઘર છોડી ગયેલી પત્‍નિને ગોળી ધરબી દીધી-હાલત ગંભીરઃ પતિનો ફાયરીંગ કરી આપઘાત : જુઓ વિડીયો : જામનગર રોડ નાગેશ્વરમાં ખળભળાટ મચાવતી ઘટનાઃ આડાસંબંધનો લોહીયાળ અંજામ : નાગેશ્વર ભવાની ચોક જૈન મંદિર સામે તિર્થ એપાર્ટમેન્‍ટમાં રહેતાં તૃષાબેન પતિ લાલજીભાઇ પઢીયાર સાથે ચાલતી માથાકુટને લીધે દોઢેક મહિનાથી તેને છોડી સામેના સમેત શિખર એપાર્ટમેન્‍ટમાં બહેનપણી પૂજાબેન સાથે રહેવા જતાં રહ્યા હતાં: સવારે તૃષાબેન અને પૂજાબેન જીમમાંથી આવ્‍યા ત્‍યારે સમેત શીખરના પાર્કિંગમાં પતિ લાલજી પઢીયારે આવી હાથાપાઇ કરી પછી પત્‍નિ પર બે ફાયરીંગ કર્યાઃ બાદ પોતાના ઉપર ભડાકો કર્યોઃ તેનું ઘટના સ્‍થળે જ મોતઃ પત્‍નિ તૃષાબેનની હાલત ગંભીરઃ સારવાર હેઠળ : પત્‍નિ તૃષાને મનાવવા લાલજીભાઇએ ખુબ પ્રયાસ કર્યા હતાં પણ તે પરત આવતી નહોતીઃ ઘરમાંથી દાગીના, દસ્‍તાવેજ લઇને બહેનપણીને ત્‍યાં જતી રહી હતી : ચોથી ઓક્‍ટોબરે તૃષા કુટુંબી ભત્રીજા વિશાલ સાથે લવગાર્ડનમાં બેઠી હોઇ પતિએ રંગેહાથ પકડી લીધી ત્‍યારથી માથાકુટ ચાલુ થઇ હતી : કાકી સાથે પ્રેમસંબંધ બાંધનારો વિશાલ ગોહેલ પોતે પરણેલો અને એક સંતાનનો પિતા છેઃ તેના પિતા મહેશભાઇ લાલજીભાઇના ફઇના દિકરા થાય : પત્‍નિ તૃષાબેનને સામા કાંઠાના વિશાલ નામના કુટુંબી સગા સાથે આડાસંબંધ હોવાથી પતિ લાલજીભાઇ પઢીયારે ખૂની ખેલ ખેલ્‍યાની પ્રાથમિક વિગતો ખુલીઃ પીઆઇ એસ.આર. મેઘાણી 3:22 PM IST

મહાન ક્રાંતિકારી દેશભકત બિરસા મુંડેની આજે ૧પ૦મી જન્‍મ જયંતિ : દેશભરમાં ઉજવવામાં આવી રહી છે : મહાન યુગ પુરૂષ, રાષ્‍ટ્ર અને ધર્મ માટે જીવન સમર્પિત કરનાર ભગવાન બિરસા મુંડા* જન્‍મ : ઉલિહાતુ ગામ, છોટા નાગપુર - ઝારખંડ, માતા : કરમી હાતુ, પિતા : સુગના મુંડા, મુખ્‍ય વ્‍યવસાય : ખેતીવાડી, બૃહસ્‍પતિવારના દિવસે તેમનો જન્‍મ, દેવગુરુ બૃહસ્‍પતિને લોકભાષામાં બિરસા કહે છે, માટે તેમનું નામ રખાયું.....બિરસા* સમાજ, ધર્મ અનેસ્ત્રી સંચેતના જગાવનાર, ઔપનિવેશિકતા અને બ્રિટિશ સામ્રાજયવાદના વિરોધી પ્રખર દેશભકત, રપ વર્ષથી ઓછી વયમાં સમાજમાં સાંસ્‍કૃતિક પુનઃ જાગરણની જબરજસ્‍ત અદ્ભુત લહેર પેદા કરનાર, જનજાતિ વીર, સ્‍વતંત્રતા સેનાની, ધર્મયોદ્ધા, મહાન યુગપુરૂષ, રાષ્‍ટ્ર અને ધર્મ માટે જીવન સમર્પિત કરનાર કે જેમને.. સંપૂર્ણ ભારત ‘ભગવાન બિરસા' તરીકે પૂજે છે. *ભગવાન બિરસા મુંડાની, ૧પ૦મી જન્‍મ જયંતિ પુરા દેશમાં ઉજવાઇ રહી છે2:37 PM IST

 ભગવાન બિરસા મુંડાજી ‘ધરતી આબા’ નો ગૌરવવંતો વિરલ ઈતિહાસ ભવિષ્યની અનેક પેઢીઓનું દિશાદર્શન કરશે : ભરતભાઈ સુતરીયા : જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ : અમરેલી સ્થિત વિદ્યાસભા સંકુલ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સાંસદની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો : જુઓ વિડીયો : જિલ્લામાં રૂ. ૮૨.૮૫ લાખના ઈ-લોકાર્પણ અને રૂ. ૬૭.૧૫ લાખના ઈ-ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. ૧.૫૦ કરોડના વિવિધ વિકાસકામોની ભેટ : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ, સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો : જિલ્લાના આદિજાતિ સમાજના રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર, મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા2:51 PM IST