<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

બિહારની જીતને વધાવતા ભાજપના પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા : બિહારના મતદારોએ વિકાસને પસંદ કરી એનડીએ ને ભવ્ય વિજય અપાવ્યો ​

મતદારોએ એન.ડી.એ. માં સંપુર્ણ વિશ્વાસ વ્યક્ત કરી ૨૦૦ થી વધુ સીટો પર જીત અપાવી : સાંસદ વિનોદભાઇ ચાવડાએ સાંસદ સંપર્ક સદન - ભુજ ખાતે એન.ડી.એ. જીતની ખુશાલીની આ ઉજવણી કરી

​(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૫ :  બિહારના ચૂંટણી પરિણામોને આવકારતા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જીતની ઉજવણી સાથે કાર્યકરોના મોઢા મીઠા કરાવ્યા હતા. શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, મતદારોએ એન.ડી.એ. માં સંપુર્ણ વિશ્વાસ વ્યક્ત કરી ૨૦૦ થી વધુ સીટો પર જીત અપાવી છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ સાંસદ સંપર્ક સદન - ભુજ ખાતે એન.ડી.એ. જીતની ખુશાલીની આ ઉજવણી કરી હતી.

 તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી નિતિશ કુમાર દ્વારા ગત પાંચ વર્ષમાં વિવિધ યોજનાઓ ને કારણે બિહાર ના મતદારોએ વિકાસના નામે મતદાન કરી ભારત નવનિર્માણ અને યુવા પ્રતિભાઓ ને પ્રોત્સાહન, મહિલા સશક્તિકરણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પક્ષ – જેડીયુ અને સાથી પક્ષોને અભિવાદન આપી કાર્યકરો ને બિરદાવ્યા હતા.

 ભુજમાં સાંસદ સંપર્ક સદન મધ્યે સાંસદ સાથે શુભેચ્છકો, સ્નેહીજનો, ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:02 PM IST)