તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
એસ.જી.હાઈવે પર કાર ચાલકે પાંચ લોકોને હડફેટે લેતા ઈજા
નાઈટ પેટ્રોલિંગમાં ઉભેલા બે હોમગાર્ડ જવાનો સહિત પાંચ લોકો ઘાયલઃકાર બેરિકેડ સાથે અથડાયા બાદ ચાલક ફરારઃપોલીસે કારચાલકની શોધ શરૂ કરી

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગરઃ તા.૧૫, ગત મોડી રાત્રે અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલા રાજપથ-રંગોલી રોડ પર કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી જેમાં પાંચ લોકો દ્યાયલ થયા છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજપથ-રંગોલી રોડ ઇપર ફુલ સ્પીડમાં આવતી મારુતિ બ્રેઝા કારના ચાલકે નાઈટ પેટ્રોલિંગ પર રહેલા બે હોમગાર્ડ જવાનનુ ટુ વ્હીલર હડફેટે લઈ ભાગવાની કોશિશ કરતા બીજા ત્રણ લોકોને પણ હડફેટે લઈ ઘાયલ કર્યા હતા ત્યારબાદ કાર બેરીકેટ સાથે અથડાતા કારચાલક દ્યટના સ્થળે કાર મૂકી ફરાર થઈ ગયો હતો.
આ મામલે પોલીસે ફરિયાદ નોંધી ચાલકની શોધખોળ શરૂ કરી છે. મોડી રાત્રે આ બનાવ બનતા થોડીવાર અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો રાહદારીઓએ ઈજા ગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા મદદ કરી હતી.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
