તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
માધવપુર બીચમાં ત્રિશુલ કવાયતનું સમાપન

પોરબંદરઃ માધવપુર બીચ ખાતે ત્રણ દિવસીય ‘ત્રિશૂલ' કવાયતના સમાપન પ્રસંગે યોજવામાં આવેલા ડેમોસ્ટ્રેશનમાં દક્ષિણ પヘમિી વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નગેશ કપુર ઉપસ્થિત રહયા હતા. ભારતીય નૌકાદળના પヘમિી નૌકાદળ કમાન્ડ દ્વારા TSE-૨૦૨૫નું નેતળત્વ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય ભૂમિસેનાના દક્ષિણ કમાન્ડ અને ભારતીય વાયુસેનાના દક્ષિણ પヘમિી હવાઇ કમાન્ડ મુખ્ય સહભાગી ફોર્મેશન હતા. આ કવાયતમાં રાજસ્થાન અને ગુજરાતના ખાડી (ક્રીક) અને રણ ક્ષેત્રોમાં મોટા પાયે ઓપરેશન્સ, તેમજ ઉત્તર અરબી સમુદ્રમાં એમ્ફિબિયસ ઓપરેશન્સ સહિત વ્યાપક દરિયાઈ ઓપરેશન્સને સામેલ કરવામાં આવ્યા હતા. આ કવાયતમાં મુખ્યરૂપે સંરક્ષણ દળો વચ્ચે તાલમેલ વધારવા પર અને ત્રણેય સેવાઓમાં મલ્ટી-ડોમેન સંકલિત ઓપરેશનલ પ્રક્રિયાઓને માન્ય કરવા અને સમન્વયિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, કવાયતના સમાપન સમારંભની તસ્વીરો.(તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
