તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
અમદાવાદના એસ.જી.હાઈવે પર નબીરાઓ બેફામ: કાર ચાલકે 2 હોમગાર્ડ સહિત 5 લોકોને લીધા અડફેટે
અકસ્માત કરીને ભાગવા જતા કાર ચાલકે 3 શ્રમિકોને પણ અડફેટે લીધા

અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, જેમાં કાર ચાલકે 2 હોમગાર્ડ સહિત 5 લોકોને અડફેટે લીધા છે, અને પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં મોટી જાનહાની થતા રહી ગઈ છે, શહેરમાં નબીરાઓ ફરી બેફામ બન્યા છે અને ફુલ સ્પીડમાં કાર હંકારીને 5 લોકોને અડફેટે લીધા છે, સિંધુભવન રોડ પર આવેલ અર્બન ચોક પાસે આ ઘટના બની છે અને ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સિંધુભવન નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ફુલ સ્પીડમાં આવેલા કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા છે, 2 હોમગાર્ડ ત્યાં ફરજ બજાવતા હતા તેમને પણ અડફેટે લીધા છે, તો અકસ્માત કરીને ભાગવા જતા કાર ચાલકે 3 શ્રમિકોને પણ અડફેટે લીધા છે, અને ઘટનામાં કોઈના મોત નથી અને લોકોના ટોળા એકઠા થયા હતા
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
