News of Saturday, 15th November 2025
અમદાવાદમાં GTU ફરી વિવાદમાં : પરીક્ષાના પેપરમાં છબરડાનો આરોપ:ગંભીર બેદરકારી
પેપરમાં ગયા વર્ષના જ પેપરને માત્ર તારીખ બદલીને ફરી આપી દીધું હતું. માત્ર તારીખ જ નહીં, પરંતુ પેપરમાં પૂછાયેલા પ્રશ્નો પણ એ જ હતા,

અમદાવાદમાં ગૂજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ફરી એકવાર વિવાદમાં છે. સેમેસ્ટર 7ના સિવિલ એન્જિનિયરિંગના પરીક્ષા પેપર વિશે વિદ્યાર્થીઓએ ગંભીર છબરડાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદ મુજબ GTUએ 19-11-2024ના પરીક્ષા પેપરમાં ગયા વર્ષના જ પેપરને માત્ર તારીખ બદલીને ફરી આપી દીધું હતું. માત્ર તારીખ જ નહીં, પરંતુ પેપરમાં પૂછાયેલા પ્રશ્નો પણ એ જ હતા, જેમાંથી ઘણા પ્રશ્નો વિદ્યાર્થીઓને એસાઇનમેન્ટ તરીકે પહેલેથી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં પેપર સેટર પ્રોફેસરની ગંભીર બેદરકારી સામે આવી છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
