<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

માધાપર ગામના પરાશરપાર્ક-કૃષ્‍ણનગરને અશાંતધારામાં સમાવોઃ કલેકટરને ડે. મેયરની આગેવાનીમાં આવેદન

છેલ્લા ર વર્ષથી લઘુમતી સમાજના લોકો મોટી માત્રામાં મિલકત ખરીદી રહ્યા છે

રાજકોટ તા. ૧પઃ માધાપર ગામના પરાશર પાર્ક અને કૃષ્‍ણનગરના રહેવાસીઓએ ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજાને સાથે રાખી કલેકટરને આવેદન પોતાના વિસ્‍તારને અશાંતધારામાં આવરી લેવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે અમો પરાશર પાર્ક અને કળષ્‍ણનગર એરિયાના રહીશો અમારા આ વિસ્‍તારમાં છેલ્લા ઘણા સમયથી આનંદ અને શાંતિ પૂર્વક પરિવાર સાથે વસવાટ કરીએ છીએ. પરંતુ છેલા ૧-૨ વર્ષથી અમારા આ વિસ્‍તારમાં લઘુમતી સમાજના લોકો મોટી માત્રામાં મિલકત ખરીદી કરી આ વિસ્‍તારમાં રહેવા માટે આવી રહયા છે. અમારો આ વિસ્‍તાર હાલ શાંત અને સલામત વિસ્‍તાર તરીકે પ્રસ્‍થાપિત છે પરંતુ જો આવી રીતે આ ચોક્કસ સમુદાયની વસ્‍તી આ વિસ્‍તારમાં દિવસે ને દિવસે વધતી રહેશે તો વિસ્‍તારમાં વર્ષોથી રહેતા હિન્‍દુ પરિવારોને આ વિસ્‍તારમાંથી હિજરત કરવાનો સમય આવતા વાર નહિ લાગે.

અમો આ વિસ્‍તારના તમામ રહીશો અહીં હિન્‍દૂ અને સનાતન ધર્મ પ્રમાણેની જીવન શૈલી જીવી રહયા છીએ અને આ જ જીવન શૈલી જીવવા માટે ટેવાયેલા છીએ. જો આ વિસ્‍તારમાં લઘુમતી સમાજની વસ્‍તી વધે તો આ વિસ્‍તારનું વાતાવરણ બદલાતા વાર નહિ લાગે જેનો અમો વિસ્‍તારના તમામ રહીશોને ડર લાગી રહ્યો છે. આ વિસ્‍તાર માં છેલ્લા ઘણા સમયથી અન્‍ય હિન્‍દુ વ્‍યક્‍તિઓના નામે મકાનની ખરીદી કર્યા બાદ એક ચોક્કસ સમયમાં તે મકાન અન્‍ય વ્‍યક્‍તિ ખરીદી કરી છે જે જાણી જોઈ ને કાવતરા રૂપી આ વિસ્‍તારનું વાતાવરણ તેમજ શાંતિ અને સલામતી ને જોખમ ઉભું થાય એવું કાર્ય થઇ રહ્યું છે. જે તમે આ વિસ્‍તારના છેલા ૨ વર્ષ ના રહેણાક મકાનના દસ્‍તાવેજો ની યાદી પરથી જોઈ શકશો. જો આજ પ્રમાણે ની સ્‍થિતિ અવિરત રહેશે તો અમો તમામ રહીશોને કોમી તોફાનોનો તથા મિલકત ટ્રાન્‍સફરને કારણે શાંતિ અને સલામતી જોખમાય તેવો ચોક્કસથી ભય છે.  આથી સાહેબ શ્રી, અમારી આ અરજીની ગંભીરતાથી નોંધ લેવા વિનંતી છે.

(2:31 PM IST)