<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

રાજ્યમાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ગુલાબી ઠંડીનું આગમન : તાપમાન થોડી વધઘટ થાય તેવી શક્યતા

હાલ રાજ્યમાં વરસાદને લઈ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી કમોસમી વરસાદ નહીં પડે.

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં બેવડી ઋતુની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. તેમજ 7 દિવસ સૂકું વાતાવરણ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન વધઘટ રહે તેવી શક્યતા છે. પવનોની દિશા બદલાતા બેવડી ઋતુની અસર રહે તેવી શક્યતા છે. રાજ્યમાં રાત્રે લઘુત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન વધઘટ થાય તેવી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 30 થી32 ડિગ્રી સુધી બપોરે રહેશે તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં વરસાદને લઈ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી કમોસમી વરસાદ નહીં પડે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી,આણંદ, ભરૂચ, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ કચ્છ, મહીસાગર, પાટણ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, જુનાગઢ, મોરબી, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

(10:52 AM IST)