તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
મહાન ક્રાંતિકારી દેશભકત બિરસા મુંડેની આજે ૧પ૦મી જન્મ જયંતિ : દેશભરમાં ઉજવવામાં આવી રહી છે
મહાન યુગ પુરૂષ, રાષ્ટ્ર અને ધર્મ માટે જીવન સમર્પિત કરનાર ભગવાન બિરસા મુંડા* જન્મ : ઉલિહાતુ ગામ, છોટા નાગપુર - ઝારખંડ, માતા : કરમી હાતુ, પિતા : સુગના મુંડા, મુખ્ય વ્યવસાય : ખેતીવાડી, બૃહસ્પતિવારના દિવસે તેમનો જન્મ, દેવગુરુ બૃહસ્પતિને લોકભાષામાં બિરસા કહે છે, માટે તેમનું નામ રખાયું.....બિરસા* સમાજ, ધર્મ અનેસ્ત્રી સંચેતના જગાવનાર, ઔપનિવેશિકતા અને બ્રિટિશ સામ્રાજયવાદના વિરોધી પ્રખર દેશભકત, રપ વર્ષથી ઓછી વયમાં સમાજમાં સાંસ્કૃતિક પુનઃ જાગરણની જબરજસ્ત અદ્ભુત લહેર પેદા કરનાર, જનજાતિ વીર, સ્વતંત્રતા સેનાની, ધર્મયોદ્ધા, મહાન યુગપુરૂષ, રાષ્ટ્ર અને ધર્મ માટે જીવન સમર્પિત કરનાર કે જેમને.. સંપૂર્ણ ભારત ‘ભગવાન બિરસા' તરીકે પૂજે છે. *ભગવાન બિરસા મુંડાની, ૧પ૦મી જન્મ જયંતિ પુરા દેશમાં ઉજવાઇ રહી છે

મહાન ક્રાંતિકારી અને જનજાતિ ગૌરવ ભગવાન બિરસા મુંડાની ૧પ૦ મી જન્મ જયંતિ આજે દેશભરમાં ઉજવાઇ રહી છે અને આ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાત આવ્યા છે.
૧પ નવેમ્બર ૧૮૭પ ના રોજ જન્મેલા બિરસા મુંડાએ (‘ધરતી અબા') બ્રિટિશ સામ્રાજયવાદ અને ધર્માંતરણ કરાવતી મિશનરીઓ સામે પ્રચંડ સંઘર્ષ કર્યો. તેમણ ‘બિરસૈત પંથ' સ્થાપી સામાજિક અને ધાર્મિક જાગૃતિ આપી. માત્ર રપ વર્ષની વય રાંચી જેલમાં તેમનું રહસ્યમય અવસાન થયું.
મહાન યુગ પુરૂષ, રાષ્ટ્ર અને ધર્મ માટે જીવન સમર્પિત કરનાર ભગવાન બિરસા મુંડા ધરતી આબા બિરસા મુંડાનો જન્મ ઉલિહાતુ ગામ, છોટાનાગપુર - ઝારખંડ ખાતે થયો હતો. તેમના માતા કરમી હાતુ અને પિતા સુગના મુંડા ખેતીવાડી કરતા. બૃહસ્પતિ વારે જન્મ થવાથી, લોકભાષામાં ‘બિરસા' (દેવગુરૂ બૃહસ્પિતિ) નામ રખાયું.
તેઓ સમાજ, ધર્મ અનેસ્ત્રી સંચેતના જગાવનાર, બ્રિટિશ સામ્રાજયવાદના પ્રખર વિરોધી અને જનજાતિ વીર હતા. જેમને ભારત ભગવાન બિરસા તરીકે પૂજે છે.
શા માટે ભગવાન બિરસા મુંડાની, ૧પ૦ મી જન્મ જયંતિ પુરા દેશમાં ઉજવાઇ રહી છે. ભગવાન બિરસા મુંડા : (જન્મ : ૧પ નવેમ્બર ૧૮૭પ) : ઉલીહાતુમાં જનજાતિ સમુદાયને બ્રિટિશર્સ અને જમીનદારોનો અત્યાચાર સહન કરવો પડતો. બ્રિટિશરો જનજાતિ લોકોને અસભ્ય કહેતા અને તમેની માતા-બહેનો પર કુદ્રષ્ટિ રાખતા. આ શોષણથી બચી બિરસાનો પરિવાર બ઼બા જઇ વસ્યો.
બ્રિટિશરોએ સામ્રાજય મજબૂત કરવા મિશનરીઓ દ્વારા ઇસાઇકરણનું ષડયંત્ર ચલાવ્યું. જે વનવાસીઓના ધર્મને નરક બતાવતા. લોભ-લાલચ અને ધમકીથી ધર્માંતરણ કરાવતા. આ ષડયંત્રનો ભોગ બિરસાના પિતા સુગના મુંડા (નવું નામ મસીહા દાસ) અને માતા પણ બન્યા.
માત્ર ૧૧ વર્ષની વયે બિરસાએ એક પાદરીને તીખો ઉત્તર આપ્યો, જયારે પાદરીએ હિન્દુ ધર્મની મજાક ઉડાવી. તેમણે કહ્યું, ‘‘કોઇપણ ધર્મ મનુષ્યને નરકની તરફ નથી ધકેલતો''.
તેજસ્વી બિરસાને ચાઇબાસામાં મિશનરી સ્કૂલમાં પ્રવેશ માટે બાપ્તિસ્મા લઇ ઇસાઇ બનવાની શરત મૂકાઇ. શિક્ષણ મેળવવા ખાતર તેમણે સ્વીકાર કર્યો અને ધર્માંતરણ બાદ તેમનું નામ ડેવિડ (દાઉદ) બિરસા પડયું. અહીં તેઓ ૧૮૮૬ થી ૧૮૯૦ સુધી ભણ્યા. સ્કૂલના છાત્રાવાસમાં તેમને ગો-માંસ ખાવાની ફરજ પડાઇ. ગો-ભકત બિરસાએ સૂકો રોટલો ખાઇ ચલાવ્યું, પણ આગ્રહ ઠુકરાવ્યો.
જેના કારણે તેમનો તિરસ્કાર થયો. એક સહાધ્યાયીએ બિરસાની શિખા (ચોટલી) પણ કાપી લીધી. બિરસાને સમજાવ્યું કે ભણતરના નામે ભારતીય સંસ્કૃતિ પર આઘાત થઇ રહ્યો છે.
તેમણે સિંહ ગર્જના કરતાં શિક્ષકોને કહ્યું કે જે ધર્મ અન્ય પરંપરાનુૅ માનમર્દન કરે, બિરસા તેની વિરૂદ્ધ છે. ૧૬ વર્ષના બિરસાએ પાદરીને સ્પષ્ટ કહ્યું, ‘‘સાહેબ સાહેબ એક જ ટોપી છે''. (અત્યાચારી અંગ્રેજ ઓફિસરો અને પાદરીઓ એક જ છે.)
માફી માંગવાનો ઇન્કાર કરતાં બિરસાને સ્કૂલમાંથી કાઢી મૂકાયા. તેમણે કહ્યું, ‘‘મારે આપણા તે ધર્મન શોધવો પડશે, કે જે ધર્મને આપણે ભૂલી ગયા છીએ''.
ગામ પાછા ફરી, વર્ષ ૧૮૯૧ માં તેમની મુલાકાત સાધુ પુરૂષ આનંદ પાંડે સાથે થઇ. તેમની પાસેથી રામાયણ, મહાભારત, ગીતા વગેરેનું જ્ઞાન મેળવી, બિરસાને સ્વધર્મના દર્શન થયા. તેમણે આનંદ પાંડેને ગુરૂ માન્યા અને ઇસાઇ ધર્મ છોડી મૂળ ધર્મમાં પરત ફર્યા. તેમણે જનોઇ ધારણ કરી, કપાળે ચંદન તિલક લગાવ્યું અન તુલસી પૂજા શરૂ કરી.
તેમણે વનવાસીઓને ઇસાઇયત છોડી સ્વધર્મમાં પાછા ફરવાનું આહ્વાન કર્યું. તેમના માતાપિતાએ પણ ઘર વાપસી કરી. બિરસાએ સમાજમાં ફેલાયેલા અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે અભિયાન ચલાવ્યુ અને બિરસૈત પંથની સ્થાપના કરી.
બિરસાનું આ આંદોલન સ્વામી વિવેકાનંદ અને દયાનંદ સરસ્વતીના આંદોલન જેવું જ પ્રગતિશીલ હતું. બિરસાઇતના મુખ્ય સિદ્ધાંતો હતા : ઇશ્વર એક છે, ગાયની સેવા અને પ્રાણી દયા, નશો ન કરવો, સાદગી, પર ધર્મથી સારો સ્વ-ધર્મ છે અને પોતાની સંસ્કૃતિ પર શ્રદ્ધા.
લોકો તેમને મહાત્મા બિરસા, ધરતી આબા અને ભગવાન તરીકે ઓળખવા લાગ્યા. તેઓ આર્યુવેદનું જ્ઞાન ધરાવતા હતા અને ચલકત ગામમાં આશ્રમ બનાવી લોકોની સારવાર કરતા. જે ધીમે ધીમે ક્રાંતિનો ગઢ બન્યો.
૧૮૯૩-૯૪ માં અંગ્રેજ સરકારે વન અધિકાર છીનવી લીધા. ભગવાન બિરસાએ જળ, જમીન અને જંગલની રક્ષા માટે ઉલગુલાન (આંદોલન) શરૂ કર્યું. તેમણે ‘અબુવા દિશુમ અબુઆ રાજ' (આપણો દેશ આપણું રાજ) નો શંખનાદ કર્યો.
રપ ઓગષ્ટ ૧૮૯પના રોજ છળકપટથી તેમની ધરપકડ કરાઇ અને હજારી બાગ જેલમાં બે વર્ષ કેદ રખાયા. આ દરમિયાન, મિશનરીઓએ લાચાર લોકોનું મોટા પાયે ધર્માંતરણ કરાવ્યું. ૩૦ નવેમ્બર ૧૮૯૭ માં જેલમાંથી છૂટયા બાદ ર૦ વર્ષના બિરસા ફરી કામે લાગ્યા.
ભગવાન બિરસાએ ધાર્મિક યાત્રા કરી અને જગન્નાથપુરીમાં કઠોર તપસ્યા કરી. ૧૮૯૯ માં તેમણે અંગ્રેજો સામે ફરી સશષા આંદોલન શરૂ કર્યું.
૯ જાન્યુઆરી ૧૯૦૦ ના રોજ ડોંબારી પહાડી પર આયોજિત સભાને અંગ્રેજોએ ઘેરી લીધી અને હજારો જનજાતિ ભાઇ-બહેનોની હત્યા કરી. ભગવાન બિરસા બચી નીકળ્યા, પણ ભેદીઓની મદદથી ૩ ફેબ્રુઆરી ૧૯૦૦ ના રોજ તેમની ફરી ધરપકડ થઇ અને રાંચી જેલમાં કેસ ચલાવ્યો. અંગ્રેજ રિપોર્ટમાં ચેતવણી અપાઇ હતી કે બિરસાને છોડવાથી ૧૮પ૭ જેવી ક્રાંતિ ફરી થશે. ધર્મ, સંસ્કૃતિ અને દેશ માટે લડનાર આ મહાન યુગપુરૂષનું ૯ જૂન ૧૯૦૦ ના દિવસે રાંચીની જેલમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું. જેલ અધિકારીઓએ મૃત્યુનું કારણ કોલેરા બતાવ્યું. પરંતુ સમર્થકોનું દ્રઢપણે માનવું છે કે ભગવાન બિરસાને ઝેર આપીને મારી નાંખવામાં આવ્યા હતા. આમ, દેશે માત્ર રપ વર્ષની વયે એક મહાન ક્રાંતિકારી ગુમાવ્યો.
જયેશ સંઘાણી
(સંગઠન પ્રમુખ, સહકાર ભારતી,
રાજકોટ, ૯૪ર૮ર૦૦પર૦)
(2:37 PM IST)










