<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

વલ્લભભાઇ દૂધાત્રાની લોકસેવાની મોટી મૂડી, જન્‍મદિનની ઘડી રૂડી

કુવાડવાની કેડીએથી રાજકોટના રાજમાર્ગ સુધી પ્રગતિયાત્રા

રાજકોટ : ભાજપ  પ્રત્‍યેની નિષ્‍ઠા એવી ઠસોઠસ, ટકે વરસોવરસ-નિષ્‍ઠા અને પ્રતિષ્‍ઠાની ધબકતા અને ઝબકતા જાણીતા જનસેવક શ્રી વલ્લભભાઇ પોલાભાઇ દુધાત્રાએ આજે સ્‍નેહ સેવા અને સમર્પણવાળા જીવનના પાંસઠમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. (જન્‍મ તા. ૧પ નવેમ્‍બર ૧૯૬૧)

મૂળ કુવાડવાના વતની અને રાજકોટને દાયકાઓથી કર્મભૂમિ બનાવનાર લેઉવા પાટીદાર શ્રી વલ્લભભાઇ એક સમયે ‘ભેળવાળા' હતા, હવે ‘મેળવાળા' છે.

સામાકાંઠા વિસ્‍તારમાંથી ત્રણ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા શહેરના ડે. મેયર તેમજ શહેર ભાજપના ઉપપ્રમુખ-મહામંત્રી તરીકે રહી ચૂકયા છે.

બાળપણથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની વિચારધારાથી પ્રભાવિત છે. પડકારો સાથે પ્રિતની રીતે તેમને માફક આવી ગઇ છે. જનસમર્થને તેમનો ઉત્‍સાહ અકબંધ રાખ્‍યો છે. જાહેર જીવનના અનુભવો અને મહાનુભાવોને જોઇને તેમને સમજાય ગયુ છે કે આપણુ ધાર્યુ થાય તો હરિકૃપા અને ધાર્યુ ન થાય તો હરિ ઇચ્‍છા!

શ્રી વલ્લભભાઇ રાજકીય ચડાવ-ઉતાર વચ્‍ચે કયારેય રાજકીય લાલચમાં લપેટાયા નથી. પતંગીયુ કદી પ્‍લાસ્‍ટિકના ફુલ પર ન બેસે. તેમની રાજકીય ખેતી કારતકના ‘માવઠા'  આધારિત નહિ, અષઢીલા મેઘ આધારિત છે. આવનારા દિવસોમાં જાહેર જીવનમાં પોતાની ભૂમિકા અંગેનો તેમનો ઉત્‍સાહ બતાવે છે કે ‘ગુજર રહી હૈ ઉમ્ર, પર જીના અભી બાકી હૈ, કુછ લોકો કો જવાબ દેના અભી બાકી હૈ, કામયાબી કા શોર મચાના અભી બાકી હૈ...

મો. ૯૮ર૪૦ ૧૧૦૧૧ રાજકોટ

(11:11 AM IST)