<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

આરતી બાવિશી દ્વારા ડીસેમ્‍બરમાં શ્‍યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરીમાં ત્રણ દિવસીય આર્ટ એક્‍ઝિબીશનનું આયોજન

વડોદરાની એમ.એસ. યુનિ.માં યોજાયેલ કલા પ્રદર્શનમાં છવાય ગયેલા રાજકોટના

રાજકોટ તા. ૧પ : રાજકોટના પ્રતિભાશાળી મહિલા કલાકાર આરતીબેન બાવીશીએ કેનવાસ પેઇન્‍ટિંગ અને ક્રિએટિવ આર્ટ ક્ષેત્રે ૫૦૦થી વધુ પેઇન્‍ટીંગ તૈયાર કરી ગુજરાત ઉપરાંત દેશ -વિદેશમાં પ્રશંસા હાંસલ કરી છે. ત્‍યારે આ કલાનો અન્‍ય લોકોને પણ લાભ મળે તેવા આશયથી તેઓએ રાજકોટમાં આગામી તા. ૨૬ થી ૨૮ ત્રણ દિવસીય આર્ટ પ્રદર્શનનું આયોજન કરેલ છે.

રાજકોટમાં આવેલા આકળતિ આર્ટ ગ્રુપ સાથેના પ્રથમ વર્કશોપથી કલાયાત્રા શરૂ કરનાર આરતીબેનની રચનાઓમાં ભારતીય સંસ્‍કળતિ. પરંપરા અને ધાર્મિક ભાવના સ્‍પષ્‍ટ રીતે તરી આવે છે, તેઓ મુખ્‍યત્‍વે સંસ્‍કળતિ, ધાર્મિક પ્રસંગોપાત પેઇન્‍ટીંગ જેમાં લીપણ આર્ટ, મંડલા આર્ટ, મિરર વર્કા, ફોટો એન્‍જોયોથી જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. તેમની રચનાઓથી પરપરાગત મૂલ્‍યો અને આધુનિક સર્જનાત્‍મકતાનો અદ્વુત સમન્‍વય જોવા મળે છે.

પોતાની આ કલાને અન્‍ય લોકો સુધી પહોંચાડવા તેમણે વર્કશોપ દ્વારા તાલીમ આપવાનું શરૂ કર્યુ. તેમનું ધ્‍યેય માત્ર સર્જન કરવાનું નહીં, પણ અન્‍ય કલાકારો અને રસિકોને એક પ્‍લેટફોર્મ પુરું પાડવાનું રહ્યું છે.

હાલમાં જ વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતેં એક આર્ટ એક્‍ઝિબિશન યોજાયું હતું, જેમાં સમગ્રેગુજરાતના ૫૩ કલાકારોએ તેમની રચનાઓ-કળતિઓ રજૂ કરી હતી. જે ૫૩ પૈકીના એક રાજકોટના આર્ટીસ્‍ટ આરતીબેન બાવીસીએ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું

આરતીબેને અત્‍યારસુધીમાં ૨.૫×૫ ફૂટના વિશાળ કેનવાસ પર પોન્‍ટિંગ બનાવેલ છે, જ્‍યારે શૌથી નાની સાઇઝમાં ૫૦૦ જેટલા સિમ્‍બોલિક ડિઝાઈન તૈયાર કર્યા છે. તેમની કલા ગુજરાતની સરહદો પાર કરીને વિદેશ સુધી પહોંચી ગઈ છે. તાજેતરમાં દુબઈના એક પરિવારે બજારમાંથી મળતા શોપીશના બદલે આરતીબેન પાસેથી વિશાળ વોલ પેઇન્‍ટિંગ બનાવડાવી પોતાના ઘરમાં ભારતીય સાંસ્‍કળતિક આભા જગાવી છે.

હવે આરતીબેન રાજકોટના કલાકારો અને વિદ્યાર્થીઓ માટે વધુ એક અનોખું મંચ લઈને આવી રહ્યા છે. આરતીબેન આકળતિ ગ્રુપના જયદીપભાઇ પરમાર અને તેમની ટીમ સાથે ૧૭૪ એકઝીબીશન યોજવા જઈ રહ્યા છે. રાજકોટમાં આવેલી શ્‍યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી ખાતે આગામી તા.૨૬ થી ર૮ ડિસેમ્‍બર એમ ત્રણ દિવસીય પ્રદર્શનનું આયોજન કરેલ છે.

આ પ્રદર્શનમાં નાના બાળકો માટે વિશેષ વિભાગ બનાવવામાં આવ્‍યો છે, જેથી તેઓની પ્રતિભા પ્રકાશિત કરી શકાય.

આ એકિઝબીશનમાં ભાગ લેવા માટે રૂબરૂ અથવા મો.૭૪૦૫૫ ૭૭૦૩૦ ઉપર સંપર્ક કરી રજિસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. આમ અહીં રાજકોટના લોકોને કલાકળતિ કેનવાસ પેઈન્‍ટિંગ સહિતની કલા વિષે માર્ગદર્શન માટે પ્‍લેટફોર્મ પૂરૂ પડાશે. જયાં પેઇન્‍ટિગ ઝોન, સાંસ્‍કળતિક થીમ આધારિત આર્ટ ડીસ્‍પ્‍લે, લાઇવ ડેમો અનેઆર્ટીસ્‍ટ ઇન્‍ટરએકશન સત્ર સહીતનું  પ્રદર્શન જોવા મળશે. 

(2:36 PM IST)