તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
સેમ કરન રાજસ્થાન રોયલ્સમાં, શમી અને અર્જુન તેંડુલકર લખનઉ સુપર જાયન્ટસમાં, નીતિશ રાણા દિલ્હીમાંથી રમશે

નવી દિલ્હી : ટાટા આઇપીએલ ૨૦૨૬ની રિટેન્શન ડેડલાઇન પહેલા, ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કેટલાક મોટા ખેલાડીઓના ટ્રેડ પર સહમતિ બની છે. આ ટ્રેડથી ઘણાં સ્ટાર ખેલાડીઓ નવી ટીમમાં રમતા જોવા મળશે. ચાલો જોઇએ કે કયા ખેલાડી કઇ ટીમમાં ગયા.
(૧) રવીન્દ્ર જાડેજા જૂની ટીમ : ચેન્નઇ સુપર કિંગ્સ, નવી ટીમ : રાજસ્થાન રોયલ્સ, ફી : તેમની લીગ ફી રૂ. ૧૮ કરોડથી ઘટાડીને રૂ. ૧૪ કરોડ કરવામાં આવી છે. સિનિયર ઓલરાઉન્ડર જાડેજા, જેઓ સીએસકે છે, તે હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. (૨) સંજુ સેમસન : જૂની ટીમ : રાજસ્થાન રોયલ્સ, નવી ટીમ : ચેન્નઇ સુપર કિંગ્સ, ફી : તેમની હાલની લીગ ફી રૂ. ૧૮ કરોડ પર જ ચેન્નઇમા જોડાયા છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અને ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન હવે ચેન્નઇનું પ્રતિનિધિત્વ કરશે. (૩) સેમ કરન : જૂની ટીમ : ચેન્નઇ સુપર કિંગ્સ, નવી ટીમ : રાજસ્થાન રોયલ્સ, ફી : તેમની હાલની લીગ ફી રૂ. ૨.૪ કરોડ પર જ RRમાં જોડાયા છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરન ફરી એકવાર નવી ટીમમાં રમતા જોવા મળશે. (૪) મોહમ્મદ શમી : જૂની ટીમ : સનરાઇઝર્સ હૈદરાબાદ, નવી ટીમ : લખનઉ સુપર જાયન્ટ્સ, ફી : તેમની હાલની ફી રૂ. ૧૦ કરોડ પર જ LSGમાં ટ્રેડ થયા છે. આઇપીએલ ૨૦૨૬ના પર્પલ કેપ વિજેતા અને અનુભવી ઝડપી બોલર શમી હવે લખનઉની ટીમની બોલિંગ લાઇનઅપને મજબૂત કરશે. (૫) મયંક માર્કન્ડે : જૂની ટીમ : કોલકાતા નાઇટ રાઇડર્સ, નવી ટીમ : મુંબઇ ઇન્ડિયન્સ, ફી : તેમની હાલની ફી રૂ. ૩૦ લાખ પર જ MIમાં પરત ફર્યા છે, જ્યાંથી તેમણે પોતાની આઇપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. (૬) અર્જુન તેંડુલકર : જૂની ટીમ : મુંબઇ ઇન્ડિયન્સ, નવી ટીમ : લખનઉ સુપર જાયન્ટ્સ, ફી : તેમની હાલની ફી રૂ. ૩૦ લાખ પર જ LSGમાં ટ્રાન્સફર થયા છે. બોલિંગ ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકર હવે લખનઉ જાયન્ટ્સ માટે રમશે. (૭) નીતિશ રાણાઃ જૂની ટીમ : રાજસ્થાન રોયલ્સ, નવી ટીમ : દિલ્હી કેપિટલ્સ, ફી : તેમની હાલની ફી રૂ. ૪.૨ કરોડ પર જ DCમાં ટ્રેડ થયા છે. KKRના ભૂતપૂર્વક કેપ્ટન અને ડાબોડી બેટ્સમેન નીતિશ રાણા હવે દિલ્હીની ટીમનો ભાગ બનશે. (૮) ડોનોવન ફરેરા, જૂની ટીમ : દિલ્હી કેપિટલ્સ, નવી ટીમ : રાજસ્થાન રોયલ્સ, ફી : તેમની ફી રૂ. ૭પ લાખથી વધારીને રૂ. ૧ કરોડ કરવામાં આવી છે. ઓલરાઉન્ડર ડોનોવન ફરેરા પોતાની પ્રથમ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સમાં પરત ફર્યા છે
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
