News of Saturday, 15th November 2025
વડોદરાના સમા વિસ્તારમાં યુવતીનું અપહરણ અને લૂંટ : ત્રણ લોકોએ કારમાં યુવતીનું અપહરણ કરી માર માર્યો
ગરમ ચપ્પુ વડે શરીરના વિવિધ ભાગો પર ડામ આપીને યાતના આપી અને તેના 3 મોબાઇલ સાથે સોના-ચાંદીના દાગીના પણ લૂંટી લીધા.

વડોદરા: સમા વિસ્તારમાં યુવતીનું અપહરણ અને લૂંટ નો બનાવ સામે આવ્યો છે. 3 લોકોએ કારમાં યુવતીનું અપહરણ કરીને ઢોર માર માર્યો હતો ગરમ ચપ્પુથી યુવતીના શરીર પર ડામ આપ્યા હતા . રૂપિયાની લેતીદેતીના વિવાદમાં યુવતીનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે.,. યુવતીના 3 મોબાઇલ અને દાગીના પણ લૂંટી લીધા હતા . પોલીસે આરોપીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદી યુવતી સ્પામાં કામ કરે છે. તેની ફરિયાદ મુજબ, રૂપિયા 6 હજારની લેતીદેતીમાં વિવાદ થયો હતો. જેને લઇ ત્રણેય આરોપીઓએ યુવતીનું અપહરણ કરવાનું કાવતરૂં ઘડ્યું હતું . તેઓ યુવતીને સ્પામાંથી ઉઠાવી ગયા. તેને કારમાં બેસાડીને તાંદલજા વિસ્તારમાં લઇ ગયા..આ દરમિયાન આરોપીઓએ યુવતીને માર માર્યો. ગરમ ચપ્પુ વડે શરીરના વિવિધ ભાગો પર ડામ આપીને યાતના આપી અને તેના 3 મોબાઇલ સાથે સોના-ચાંદીના દાગીના પણ લૂંટી લીધા.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
