તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
રેલનગર વિસ્તારમાં ગેરકાયદે ચાર ઓરડી તોડી પડાઇ
સતત બીજા દિ'એ મનપા તંત્ર દ્વારા ડિમોલીશનની કાર્યવાહી : વોર્ડ નં. ૩ માં ગાર્ડન હેતુના પ્લોટમાં ખડકાયેલી બાંધકામોના દબાણો દુર કરી ૬૮૯૬ ચો.મી.ની રૂા. ર૭.પ૮ કરોડની જગ્યા ખુલ્લી કરાવાઇ

રાજકોટ, તા., ૧પ : મ્યુનિ. કોર્પોરેશન ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વોર્ડ નં. ૩ માં મ્યુનિસીપલ કમિશ્નર તુષાર સુમેરાના આદેશ અનુસાર તથા ટાઉન પ્લાનર એચ.એમ.સોરઠીયાના માર્ગદર્શન હેઠળ તા.૧૩ ના રોજ રાજકોટ મહાનગર પાલીકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નં. ૩ માં અનામત પ્લોટ નં. ૭એ માં થયેલ ગેરકાયદેસર ૪ પતરા વાળી ઓરડીનું દબાણ દુર કરવા માટે ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં. ૩ માં અનામત પ્લોટ નં. ૭ એ ગાર્ડન હેતુમાં ૪ પતરાવાળી ઓરડીનું દબાણ કરતી ૬૮૯૬ ચો.મી.ની રૂા. ર૭.પ૮ કરોડ જમીન કરવામાં આવી હતી.
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (સેન્ટ્રલ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, બાંધકામ શાખા, ફાયર ઓફીસ સ્ટાફ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર ઉપસ્થિત રહયા હતા
(3:06 PM IST)










