તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે: બીજી ટેસ્ટમાં ન રમે તેવી શકયતા
બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થશે: ટીમ મેનેજમેન્ટ પહેલા નક્કી કરશે કે તેમને કુલદીપની ક્યારે જરૂર પડી શકે

કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. હાલમાં, કુલદીપ યાદવ કોલકાતા ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ છે અને તેણે પહેલી ઈનિંગમાં સારી બોલિંગ કરી હતી. જોકે, શક્ય છે કે તે શ્રેણીની બીજી ટેસ્ટમાં નહીં રમે.
કુલદીપ યાદવનું બીજી ટેસ્ટમાંથી બહાર થવાનું કારણ તેના લગ્ન છે. કુલદીપે BCCIને મેસેજ કરી લગ્ન માટે રજા માંગી છે. જો તેને રજા આપવામાં આવે, જે સંભવ છે, તો તે શ્રેણીમાંથી બહાર થઈ શકે છે.
કુલદીપ યાદવના લગ્ન નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં છે. તેથી, ટીમ મેનેજમેન્ટ પહેલા નક્કી કરશે કે તેમને કુલદીપની ક્યારે જરૂર પડી શકે છે. તે મુજબ તેને રજા આપવામાં આવશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થશે. કુલદીપના લગ્ન મહિનાના છેલ્લા અઠવાડિયામાં છે. હવે જોવાનું એ રહ્યું કે કુલદીપ લગ્નને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર રહેશે કે 30 નવેમ્બરથી શરૂ થનારી ODI શ્રેણીમાંથી.
કોલકાતા ટેસ્ટમાં પહેલા દિવસે કુલદીપ યાદવે પ્રથમ ઈનિંગમાં 14 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી હતી
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
