<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

ઈરાનનું અમેરિકાને સીધું અને ભયાનક અલ્ટીમેટમ: 'આ ૭ આકરી શરતો માની લો, તો જ ૪૮ કલાકમાં ખોલી દઈશું હોર્મુઝ સ્ટ્રેટ

મધ્યપૂર્વના દરિયામાં મહાયુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનની ખુલ્લી ધમકીથી વ્હાઈટ હાઉસથી લઈને આખી દુનિયાના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને લઈને ઈરાને અમેરિકા સામે સીધું જ શિંગડા ભેરવીને અત્યંત સનસનાટીભર્યું અલ્ટીમેટમ આપી દીધું છે. ઈરાની તંત્રએ મહાસત્તા અમેરિકાને ખુલ્લી ચેતવણી આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જો વોશિંગ્ટન તેમની ૭ આકરી શરતો સ્વીકારી લેશે, તો જ આગામી ૪૮ કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ ફરીથી ખોલવામાં આવશે. ઈરાનના આ આક્રમક અને ધમકીભર્યા વલણથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ભૂકંપ સર્જાયો છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે આ યુદ્ધનો ઉકેલ હુમલાઓ કે આર્થિક દબાણ વધારીને લાવી શકાય તેમ નથી. જો અમેરિકા ખરેખર શાંતિ ઇચ્છતું હોય, તો તેણે ઈરાનની માંગણીઓ પર વાત કરવી પડશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વાતચીતને લઈને આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સમજૂતી સારી દિશામાં આગળ વધી રહી છે. જોકે, તેમણે એવું પણ કહ્યું કે જરૂર પડશે તો અમેરિકી સેના હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

ઈરાનના સુરક્ષા પ્રમુખ મોહસિન રેઝાઈએ આ શરતોની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અમારો દેશ શાંતિ મંત્રણા માટે મૂકવામાં આવેલી 7 શરતો પર અમેરિકાના જવાબની રાહ જોઈ રહ્યો છે. તેમણે અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીત ચાલી રહી હોવાની સ્થિતિને નકારી કાઢી છે. અમેરિકા સાથે વાતચીત ચાલુ હોવાના કે કતારમાં બેઠક યોજાવાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. અમેરિકા વાતચીતના સમાચારો ફેલાવીને આર્થિક દબાણ ઓછું કરવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ઘટાડવા માંગે છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી રાખ્યો છે અને જ્યાં સુધી અમેરિકા ઈરાનની સાતેય શરતો નહીં માને ત્યાં સુધી તેને ખોલવામાં આવશે નહીં. અમેરિકા તરફથી પહેલા જે જવાબ મળ્યો હતો, તે પૂરતો નહોતો અને તેમાં સચ્ચાઈ પણ નહોતી. અમે હજુ પણ અમેરિકાના સ્પષ્ટ અને સીધા જવાબની રાહ જોઈ રહ્યા છીએ.

મોહસિન રેઝાઈએ અમેરિકાને ગંભીર ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, જો અમેરિકાના વિમાનો કોઈ અમેરિકી સૈન્ય મથક પરથી ઉડાન ભરીને ઈરાન પર બોમ્બમારો કરશે, તો ભલે તે મથક યુરોપમાં હોય કે અન્ય કોઈ દૂરના વિસ્તારમાં, ઈરાન તેના પર પણ હુમલો કરશે. ભલે ઈરાને પોતાની તમામ 7 માંગણીઓ સત્તાવાર રીતે જાહેર કરી નથી, પરંતુ મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે.

 

  • સમગ્ર વિસ્તારમાં ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક બંધ કરવામાં આવે.
  • વિશ્વની અલગ-અલગ બૅંકોમાં જમા ઈરાનના રોકાયેલા (ફ્રીઝ થયેલા) નાણાં તેને પરત કરવામાં આવે.
  • ઈરાનના ક્રૂડ ઓઇલ પર લગાવવામાં આવેલા અમેરિકી પ્રતિબંધો હટાવવામાં આવે.
  • ઈરાનના બંદરો (Ports) પર અમેરિકાએ જે પ્રતિબંધો મૂક્યા છે, તે સંપૂર્ણપણે ખતમ કરવામાં આવે.

 

(5:28 PM IST)