તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
ભુજમાં પાણી કાપથી લોકો ત્રાહિમામ: નલ સે જલ અને નર્મદા યોજનાની માત્ર વાતો
ભુજમાં ટેન્કર રાજ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સુશાસનની વાતો વચ્ચે દીવા નીચે અંધારા જેવો ઘાટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : ખરાબ રસ્તાઓ, ઠેર ઠેર ગંદકી, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ ગટરના પાણી ભરેલ તળાવ અને આટલું ઓછું હોય તેમ ભુજમાં હવે પાણી કાપની સમસ્યા કાયમી બની ગઈ હોય એવો ઘાટ સર્જાયો છે. હા, શિયાળામાં પાણીની તંગી સર્જાઈ છે અને ફરજિયાત લોકોને ખાનગી ટેન્કર મંગાવવું પડે છે. છેલ્લા ૧૦ દિવસથી પાણી કાપ ચાલુ છે. જોકે, વાસ્તવિકતા એ છે કે આ સમસ્યા કાયમી ઘર કરી ગઈ છે. ભુજ નગરપાલિકા માટે એક જાહેરાતની રેકર્ડ હોય છે નર્મદાની લાઈનમાં ભંગાણ પડ્યું છે, લાઇનનું રીપેરીંગ ચાલે છે, મોટર બળી ગઈ છે. સરકારની કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી પાણી યોજના તેમ જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની કચ્છ સુધી પહોંચેલ નર્મદાના પાણીની, નલ સે જલ યોજનાની જાહેરાતો ઉપર ભુજ નગરપાલિકાના ભાજપના પદાધિકારીઓ હોય કે અધિકારીઓ હોય સૌ એ પાણી ફેરવી દીધું છે. મોટા હોદ્દેદારો અને સંગઠન વિવિધ ઉજવણીમાં વ્યસ્ત છે વિકાસની વાતો વચ્ચે પાયાની જરૂરિયાતોની અધુરાશો તરફ કોઈને ધ્યાન દેવાની ફુરસદ નથી અને કદાચ સૂચનાઓ આપતા હોય તો ‘વહીવટ’ માં વ્યસ્ત નગરસેવકોને સાંભળવા માં રસ નથી.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
