News of Saturday, 15th November 2025
ગાંધીનગરમાં મોટું સાયબર ક્રાઈમ અને માનવ તસ્કરી રેકેટ ઝડપાયું, જૂનાગઢ-આણંદના મુખ્ય સૂત્રધાર સકંજામાં
આ બંને આરોપીઓ યુવાનોને ઉંચા પગારની નોકરીના નામે ફસાવી, તેમની પાસેથી મોટી રકમ પડાવી લેતા

ગાંધીનગર પોલીસે યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી આચરતા અને માનવ તસ્કરી કરતા એક મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં રાજ્યવ્યાપી સાયબર ક્રાઈમ અને યુવાનોના શોષણની ગંભીર વિગતો સામે આવી છે.
પોલીસ તપાસમાં આ રેકેટના મુખ્ય સૂત્રધાર તરીકે જૂનાગઢના હૈફી નામના શખ્સ અને આણંદની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ટીવી અહેવાલોમાં દર્શાવ્યા મુજબ, આ બંને આરોપીઓ યુવાનોને ઉંચા પગારની નોકરીના નામે ફસાવી, તેમની પાસેથી મોટી રકમ પડાવી લેતા હતા અને બાદમાં તેમનું શોષણ કરતા હતા. આ કેસમાં અન્ય ઘણા લોકોની સંડોવણી હોવાની આશંકા છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
