Gujarati News

Gujarati News

  • મુંબઈમાં ટી-૨૦ મેચો રમાડવામાં નહિ આવે : મુંબઈ ક્રિકેટ એસોસીએશનને નકકી કર્યું છે કે બીજી નોટીસ સુધી મુંબઈમાં એકપણ ટી-૨૦ મેચ રમાડવામાં નહીં આવે. મુંબઈમાં કોરોના કેસનો વ્યાપ ખુબ જ મોટો છે તે સંદર્ભે આ નિર્ણય લેવાયાનું મનાય છે access_time 3:45 pm IST

  • આ બાબતનું કોઇ પ્રમાણ નથીઃ ડો. હર્ષવર્ધન : કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ટવીટ કરી કહયું છે કે ભ્રમથી બહાર નિકળો, કોરોના સામેની લડાઇને મજબૂત બનાવો. એ બાબતનું કોઇ પ્રમાણ નથી કે પાણીમાં લીંબુ અને બેકીંગ સોડા નાખીને તે પીવાથી કોરોના વાયરસ શરીરમાંથી ખતમ થઇ જાય છે access_time 3:44 pm IST

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ સાતવની તબિયત લથડી : વેન્ટીલેટર ઉપર : ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ કોરોના સંક્રમિત થતાં તેઓને પુનાની જહાંગીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેઓની તબિયત લથડતા તેઓને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે access_time 2:15 pm IST