Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

કોરોનાગ્રસ્ત માતાના મૃત્યુ બાદ મકાનની ચાવી લેવા જતા સાહિલ ઠેબા પર હુમલો

રેલનગર છત્રપતી શીવાજી ટાઉનશીપમાં બનાવઃ શેરબાનુ ભટ્ટી તેનો પુત્ર સીકંદર ભટ્ટીની ધરપકડ

રાજકોટ, તા.૨૯: રેલનગર છત્રપતી શીવાજી ટાઉનશીપમાં રહેતી માતાનું કોરોનાથી મૃત્યુ થયા બાદ મકાનની ચાવી લેવા જતા પોપટપરાના માતા-પુત્રએ હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ નુરાનીપરામાં રહેતા સાહિલ મયુદીનભાઇ ઠેબા (ઉ.વ.૨૨)એ પ્રનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પોપટપરા શેરી નં.૧૧માં મીયાણાવાસમાં રહેતા સીકંદર નુરમહંમદભાઇ ભટ્ટી અને તેની માતા શેરબાનું નુરમહંમદભાઇ ભટ્ટીના ના આપ્યા છે. સાહિલ ઠેબાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતાની માતા નજમાબેન જે છત્રપતિ શીવાજી ટાઉનશીપમાં એકલા રહેતા હતા તેનું કોરોના પોઝીટીવ આવવાથી દસ-બાર દિવસ પહેલા મૃત્યુ નિપજયુ હોઇ અને તેના નામે છત્રપતિ શીવાજી ટાઉનશીપમાં આવેલ મકાન હોઇ અને તેની બાજુમાં આવેલ બ્લોકમાં ભાડેથી રહેતા શેરબાનુ ભટ્ટી તેનો પુત્ર સિકંદર તથા તેના પતિ પરિવાર સાથે રહેતા હતા અને તેને પોતાની માતાનું મૃત્યુ નીપજયા બાદ મકાનને તાળુ મારી મકાનની ચાવી પોતાની પાસે રાખેલ હોઇ, અને ચાવી લેવા માટે પોતે તથા બહેેન રાજીનાબેન જુણેજા તથા ભાઇ અમનભાઇ, ભાભી યાસ્મીનબેન બધા છત્રપતી શીવાજી ટાઉનશીપ બ્લોક નં.૧૦૧ મકાને જઇ સીકંદર અને તેની માતા શેરબાનુ પાસે ચાવી માગતા તેણે જણાવેલ કે મરણ જનાર નજમાબેનની સાથે હું છેલ્લા ત્રણ વર્ષથી રહુ છું. અને હું તેઓની સેવા ચાકરી કરતો હતો અને આ મકાન મને સોંપેલ છે. હું તમને ચાવી આપીશ નહીં તેમ સિકંદરે કહી ઝઘડો કરી ગાળો આપી ઉશ્કેરાઇને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને પોતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પ્રનગર પોલીસ મથકના એએસઆઇ હરેશભાઇ રત્નોતર તથા રાઇટર માયાબેન સાટોડીયાએ સાહિલ ઠેબાની ફરિયાદ દાખલ કરી શેરબાનુ નુરમહંમદભાઇ ભટ્ટી (રહે.પોપટપરા શેરી નં.૧૧-મીયાણાવાસ)ની ધરપકડ કરી હતી.

(3:04 pm IST)